Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

દ્વારકાના વસાઇ ગામે જૂગાર દરોડો

 

ખંભાળીયા : વઇસ ગામની ખડા સીમ વિસ્તાર દેવભૂમિ દ્વારકા ખાતે મકાનમાં જૂગારનો અખાડો હોય જેથી હકિકત વાળી વાડીએ આવેલ મકાને રેઇડ કરી રોકડ રૃા. ૭૪.૧પ૦, મો. ફોન નંગ-પ, કિ. રૃા. ર૦,પ૦૦ મો. સા. એકટીવા-ર કિ. રૃા. ૬૦,૦૦૦ મળી કુલ રૃા. ૧,પ૪,૬પ૦ ના મુદામાલ સાથે (૧) ડુંગરભાઇ ડાવાભા માણેક રહે. વઇસ ગામની ખડાસીમ વિસ્તાર, (ર) જગદીશભાઇ અમરાભાઇ ખરા રહે. સુરજકરાડી રેલ્વે ફાટક પાસે, મીઠાપુર, (૩) જયેન્દ્રસિંહ હેમંતસિંહ વાઢેક ઉર્ફે જયુભા રહે. પાડલી ગામ દરબારગઢ (૪) રહીમભાઇ ઇસ્માઇલભાઇ સોઢા રહે. ઓખા ગાંધીનગરી ભુંગા, (પ) રાયસીગભા ઉર્ફે પપ્પુ કરશનભા માણેક રહે. ભીમરાણા રીલાયન્સ પંપની પાછળને ઝડપી લીધા હતાં.  આ કાર્યવાહીમાં એલ.સી. બી. દેવભૂમિ દ્વારકાના પો. ઇ. કે. કે. ગોહીલ સાહેબની રાહબારી હેઠળ પીએસઆઇ બી. એમ. દેવમુરારી, એસ. એસ. ચૌહાણ, એએસઆઇ અરજણભાઇ મારૃ, સજુભા જાડેજા, અજીતભાઇ બારોટ, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, મસરીભાઇ ભારવાડીયા તથા એચ. સી. સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, ડાડુભાઇ જોગલ, લાખાભાઇ પીંડારીયા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પી. સી. મસરીભાઇ છૂછર, મેહુલભાઇ રાઠોડ, ગોવિંદભાઇ કરમુર, દેવાભાઇ મોઢવાડીયા, સચિનભાઇ નકુમ, અરજણભાઇ આંબલીયા, ડ્રા. એ. એસ. આઇ. નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, ડ્રા. પી. સી. વિશ્વદીપસિંહ જાડેજાનાઓ જોડાયા હતાં.

(12:21 pm IST)