Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગાંધીધામ નજીક સરકારી ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ;સંગ્રહિત 10 કરોડની મગફળી બળીને ખાખ:કલેકટર,ડીડીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓ દોડ્યા

ગાંધીધામ ;ગાંધીધામના મીઠીરોહર નજીક સરકારી ગોડાઉનમાં ભીષણ આગ ભભુકતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી અને ગોડાઉનમાં સંગ્રહિત અંદાજે 10 કરોડની કિંમતની મગફળીનો જથ્થો બળીને ખાખ થયો છે આગના બનાવની જાણ થતા 10 ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી ગયા
 વિગત મુજબ સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં આજે સમીસાંજે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં લાઈનબંધ ગોડાઉનમાં આગની લપેટમાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા કલેકટર, ડીડીઓ, સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સથળે દોડી ગયા હતા એક અંદાજ મુજબ ગોડાઉનમાં 62691 બોરીઓ રાખવામાં આવી હતી જેની અંદાજિત કિંમત 10 કરોડ થવા જાય છે

(11:02 pm IST)