Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

કચ્છમાં કોંગ્રેસની ''હાર''માટે ૧૪ નેતાઓ સામે પગલા ભરવા પ્રદેશ પ્રમુખને રજૂઆતથી ખળભળાટ

ચુંટણી એજન્ટ જુમા ઇશા નોડેએ જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસ ચુંટાયેલા તા.૫ અને નગરપાલિકાના સભ્યોના નામ સાથે ફરિયાદ કરતા રાજકીય હલચલ

ભુજ તા.૨: ભુજમાં એક તબક્કે ૨૯ હજાર મતોની સરસાઇથી આગળ રહેલા કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીનો પરાજય થયો હતો. કોંગ્રેસ દ્વારા વિધાનસભાના પરાજિત ઉમેદવારો પાસેથી હારના કારણો અંગેની લેખિત માહિતી સાથે વિશ્લેષણ માંગવામાં આવ્યુ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા કોંગ્રેસના પરાજિત ઉમેદવારોને પાઠવવામાં આવેલા સમીક્ષા પત્રને ધ્યાને લઇને ભુજમાં કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીના ચુંટણી એજન્ટ જુમા ઇશા નોડેએ પ્રદેશ પ્રમુખ સમક્ષ લેખિતમાં ભુજ બેઠક ઉપર કોંગ્રેસની થયેલી હાર સંદર્ભે ૧૪ નેતાઓની સામે પગલા ભરીને પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ તેમને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાઓમાં જિલ્લાના કોંગ્રેસી હોદે્દારો, ભુજ તાલુકા પંચાયતના સભ્યો અને ભુજ નગરપાલિકાના નગરસેવકોની નામજોગ રજુઆત કરીને તેમને ૬ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગ કરાઇ છે.આ લેખિત રજુઆતની ચર્ચાએ અત્યારે કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ સજાર્યો છે.

(3:37 pm IST)