Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

રાણાવાવમાં પ્રેમલગ્નના મન દુઃખથી માતા અને પુત્ર ઉપર છરી-ધોકા-પાઇપ વડે હુમલો

પોરબંદર તા. રઃ રાણાવાવમાં પ્રેમ લગ્નના મનદુઃખથી માતા અને પુત્ર ઉપર છરી ધોકા પાઇપ કુહાડી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની પોલીસ ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

રાણાવાવના રાથીબેન લીલાભાઇ ઓડેદરા (ઉ. પ૦) એ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે હરદાસ મસરી પરમાર તથા કુતિયાણાના ૩ અજાણ્યા શખ્સોએ મારા તથા મારા પુત્ર રામદે ઉપર છરી ધોકા પાઇપ અને કુહાડી વડે હુમલો કરીને બન્નેને ગંભીર ઇજા પહોંચાડી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવેલ કે પુત્ર રામદેએ આઠ માસ પહેલા આરોપી હરદાસની પુત્રી સાથે પ્રેમલગ્ન કરેલ અને તેના મનદુઃખથી હુમલો કરેલ હતો.

પી.એસ.આઇ. ડી. કે. ભારાઇ તપાસ ચલાવી રહ્યાં છે.

(2:22 pm IST)