Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

જૂનાગઢ ખાતે ભારત વિકાસ પરિષદનો પ્રારંભ

ગુજરાતની ૬૭મી તથા સૌરાષ્ટ્રની ૧૮મી શાખા શરૂ

રાજકોટ, તા. ર :  સમગ્ર ભારતમાં ૧૪૦૦ થી વધુ શાખાઓ ધરાવતી ભા.વિ. પરિષદ સંસ્થાની ગુજરાતની ૬૭ મી તથા સૌ. કચ્છ પ્રાંતની ૧૮મી નવી જુનાગઢ શાખાનો આઇએમએ હોલ ખાતે ભવ્ય શુભારંભ કાર્યક્રમ સંપન્ન થયો, ભકતકવી નરસિંહ મહેતા યુનિ.ના કુલ પતિ પ્રો. ડો. જે.પી. મૈયાણી તથા લાઇન્સ કલબના પ્રેસિડન્ટ જયકિશન દેવાણીના હસ્તે દિપપ્રાગટય કરી ઉદ્ઘાટન કરવામાં આવેલ, ભા.વિ. પરિષદ સૌ. કચ્છ પ્રાંતના પ્રમુખ પ્રો. ડો. તેજસભાઇ પુજારા, મહામંત્રી કલ્પેશભાઇ શાહ, સંગઠનમંત્રી હેમંતભાઇ ડેકીવાડીયા, પ્રફુલભાઇ ગોસ્વામી, વિઠ્ઠલભાઇ મોરડીયા, કાર્તિકેયભાઇ પારેખ, માણાવદર, ધોરાજી ઉપલેટા, પધારેલ પદાધિકારીશ્રીઓ હાજર રહેલ, આ ઉપરાંત જુનાગઢના મા. જિલ્લા સંઘ ચાલક કુમનભાઇ ખુંટ, નગર સંઘ ચાલક રાજેન્દ્રભાઇ પરમાર, વિભાગ પ્રચારક હસમુખભાઇ પટેલ, માહિપાલસિંહ ઠાકુર ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરેલ.

જુનાગઢના દરેક ક્ષેત્રા નામાંકિત વ્યકિતઓની ઉપસ્થિતિમાં જુનાગઢજી ભા. વિ. પરીષદ શાખાની કારોબારીની ઘોષણા કરવામાં આવેલ, પ્રમુખ તરીકે ભાવીનભાઇ ભીંડી તથા મંત્રી તરીકે તુષારભાઇ છત્રારા તેમજ મહિલા સંયોજીકા તરીકે ચેતનાબેન ચુડાસમા ઉપપ્રમુખ તરીકે ડો. શૈલેષ બારમેડા, દુષ્યંતભાઇ જોશી ને જવાબદારી સોંપવામાં આવેલ છે.

ભકતકવી ન.મ. યુનિ. ના કુલપતિ મૈયાણી, લાઇન્સ કબલના પ્રેસિડન્ટ જયકિશન દેવાણી ભા.વિ. પરીષદ સૌ. કચ્છ પ્રાંતના પ્રમુખ પ્રો. ડો. તેજસભાઇ પુજારા તથા કલ્પેશભાઇ શાહ દ્વારા પ્રેરક ઉદ્બોધન આપી માર્ગદર્શન તથા પ્રોત્સાહન આપેલ.

દરેક સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી સર્વેના સાથ-સહકાર અને જહેમતથી કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડેલ. સમગ્ર કાર્યક્રમને ખુબ જ સમય બદ્ધતા અને કુશળતા સાથે સંચાલિત કરવાની જવાબદારી વિનોદભાઇ લાઠીયા તથા પ્રો. ભાવેશભાઇ પરમારે નિભાવેલ. અંતમાં કિરીટભાઇ નંદાણીયાની આભારવિધિ સાથે કાર્યક્રમ સંપન્ન થયેલ.

(12:45 pm IST)