Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

લોધીકાના ખીરસરા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા દેવડાના જીવરાજભાઇ રાખશીયાનું મોત

રાજકોટ, તા., રઃ લોધીકાના ખીરસરા ગામ પાસે ટ્રકે બાઇકને ઉલાળતા દેવડાના દલીત યુવાનનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના દેવડા ગામમાં જીવરાજભાઇ માવજીભાઇ રાખશીયા (ઉ.વ.રપ)પોતાનું બજાજ બોકસર બાઇક લઇને ખીરસરા પાસેથી જતા હતા ત્યારે આઇવર ટ્રક નં. જીજે પી ર૦, ૭૩૩૩ના ચાલકે હડફેટે લેતા જીવરાજભાઇને ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે લોધીકા હોસ્પીટલમાં ખસેડાયેલ. ત્યાં સારવાર મળે તે પુર્વે જ તેનું મોત નિપજયું હતું.

બનાવ અંગે મૃતકના ભાઇ દિપકભાઇ રાખશીયાએ ટ્રક ચાલક સામે ફરીયાદ કરતા લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:42 am IST)