Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગારીયાધાર ન.પા. ચૂંટણીમાં ભાજપ દ્વારા તમામ નવા ચહેરા ઉતારાશે...

કોંગ્રેસ દ્વારા પણ મિટીંગો બોલાવી નામોની ચર્ચાઓઃ ગુજરાત જનચેતના પાર્ટી પણ ઝંપલાવશે

ગારીયાધાર તા.૨: ન.પા.માં આવતા ફેબ્રુઆરી માસની શરૂઆતમાં ચુંટણીના પડધમ વાગે તેવા સંકેતો સેવાઇ રહ્યા છે ત્યારે તમામ પાર્ટીના નેતાઓ આગેવાનો અને વિવિધ હોદે્દારો દ્વારા ચુંટણીની તૈયારીમાં આરંભી દેવામાં આવી છે.

ગારીયાધાર વિધાનસભા અને સ્થાનિક ન.પા.માં વર્ષોથી ભાજપે પોતાનો ગઢ બનાવ્યો છે જેમાં ગત ચુંટણીમાં ૯ વોર્ડના ૨૭ સદસ્યોમાંથી ૨૪ ભાજપના સદસ્યો વિજયી થયા હતા. ત્યારે હાલ નવું સિમોકન આવતા ૯ વોર્ડના ૭ વોર્ડ થવા પામ્યા છે જેમાં ૫૦ ટકા મહિલા અનામત રાખીને ૨૮ સદસ્યો માટે ચુંટણી યોજાશે. ૧૪ મહિલા અને ૧૪ પુરૂષની બોડી બેસશે. જેમાં પણ પહેલા અઢી વર્ષના શાસનમાં પ્રમુખ પદે મહિલા સામાન્ય બેઠક હોવાથી અનેક ભાજપી કાર્યકરો ગલગલીયા થવા લાગ્યા છે વળી, તેમાં પણ ગત્ વિધાનસભા બેઠકમાં સ્થાનિક ન.પા., હોદે્દારોમાં ભારે વિવાદથી ગારીયાધારના બુથોમાં ભાજપને ભારે નુકશાની થઇ હતી.

હાલના સમયે ઉચતરાયેલા વાતાવરણથી ભાજપા દ્વારા ''નવી ઘોડીને નવા દાવ'' જેવો ઘાટ સર્જવાની તૈયારીમાં છે તેમના દ્વારા તમામ નવા ચહેરાઓ ઉતારવાની ગણતરીઓ થઇ રહી છે અહિંનો રીપીટની થિયરીથી કામ લઇને યજ્ઞ વિરૂધ્ધ પ્રવૃતિ કરનારા તમામ કાર્યકરોને કાયવાની વેતરણ થઇ રહી છે.

જયારે કોંગ્રેસમાં પણ ગારીયાધાર શહેરની બેઠકનો ચાર્જ બી.એમ.માગુકીયા દ્વારા સંભાળી લેવાયો છે તેમણે શહેરના તમામ કાર્યકરો સાથે મિટીંગ યોજી પોતાના વિસ્તારના પાર્ટીના સારા આગેવાનને પ્રમોટ કરી આવનારી ચુંટણીમાં નવા દાવપેચ સાથે ચહેરાઓ ઉતારવાની તૈયારીઓ થવા લાગી છે.

વળી જયારે ગત વિધાનસભા બેઠકની જેમ જ ન.પા.ની સ્થાનિક ચુંટણીઓમાં પણ ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા પોતાના શહેરના કાર્યકરોની ફૌજ ઉત્તારી રહ્યાના સમાચારો ેસેવાઇ રહ્યા છે.

તમામ બાબતોમાં સ્થાનિક ન.પા.માં ભાજપ પ્રત્યે સતાધીશોના વર્તનથી શહેરી પ્રજા ભારે નારાજ જોવામાં આવી રહી છે પરંતુ કોંગ્રેસ અને ગુજરાકત જનચેતના પાર્ટી દ્વારા શહેરના પ્રતિષ્ઠીત સજ્જન માણસોને ચાન્સ આપવામાં આવે તો તેનો લાભ લઇ શકે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

(11:39 am IST)