Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા પાલિકાની મુલાકાતે

ગોંડલ : ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા ગોંડલ નગરપાલિકાની મુલાકાત લઈ ગોંડલનાં વિકાસનાં કામોને વેગવંતો બનાવવાની હાકલ કરી હતી. અને ઘર વિહોણાને પોતાના ઘરનાં ઘરનું સપનું સાકાર થાઈ તે હેતુ થી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફોર્મનું ધારાસભ્ય ગીતાબા જાડેજા હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પાલિકાનાં પ્રમુખ મનીષા બેન સાવલિયા, ઉપપ્રમુખ હર્ષદભાઈ વધેલા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, બાંધકામ ચેરમેન આશિફ ભાઈ જકરિયા, વાહન કમીટીનાં ચેરમેન નિર્મલાબેન ધડુક, આવશ ચેરમેન ક્રિષ્નાબેન તન્ના, અશોકભાઈ પીપળીયા, રીનાબેન ભોજાણી, અસ્મિતાબેન રાખોળિયા, રાજભા જાડેજા સહિતના પાલિકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 am IST)