Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આટકોટના મોટાદડવા ગામે વાડીમાંથી કેબલ વાયરની ચોરી

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ૧ :.. આટકોટના મોટાદડવા ગામે વાડીમાંથી મોટર કેબલ વાયરની ચોરી થઇ હતી.

મોટાદડવા ગામે રહેતા ભુપતભાઇ ભીખુભાઇ રાઠોડે આટકોટ પોલીસ મથકમાં અરજી આપી છે જેમની વાડી કરાળ વાળી વાડી ખાણના રસ્‍તા પાસે આવેલ હોય પાણીના બોરમાં ઇલેકટ્રીક મોટર તેમજ કેબલનો જે   મોટરનો ઓરડીના બોર્ડ સુધીનો જે વાયર અંદાજે ૩પ થી ૪૦ મીટર કોપર વાયરનો કેબલ અજાણ્‍યા તસ્‍કરો ચોરી ગયા હતા અંદાજે રૂપિયા ૧૦,૦૦૦નો આ કેબલ વાયર થાય છે તેવું જણાવ્‍યું હતું. બનાવ અંગે આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:45 am IST)