Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ગઢકડા ગ્રામ પંચાયતમાં બનેલી ઘટનામાં ગોળીબારની ખોટી ફરીયાદ લખાવવાનું તપાસમાં ખૂલ્યું: ગુન્હો દાખલ

જામનગરમાં મા-બાપની ગેરહાજરીમાં પુત્રીને મળવા આવેલ યુવકને ઢીબી નાખ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧: શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ. એ.ડી.વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૭–૯ના ગઢકડા ગામની ગ્રામ પંચાયતમાં આરોપી ફીરોજ ઓસમાણ સફીયાએ ફરીયાદ આપેલ હોય જે તપાસ દરમ્યાન ખોટી ફલીત થતા  ફિરોજ ઓસમાણ સફીયા, અયુબભાઈ યુસુફભાઈ સફીયા, હાજીભાઈ ઉર્ફે શાહરૂખ વલીમામદભાઈ,  સાથે મળી પુર્વ આયોજીત ગુન્હાહીત કાવત્રુ રચી અન્ય વ્યકિત સામે ફોજદારી કાર્યવાહી કરવા ગુન્હાનું તહોમત મુકવા વ્યાજબી કારણ ન હોવા છતા તેને હાની પહોંચાડવા માટે ખોટો ગુન્હો દાખલ કરાવી તેમજ ગુન્હાના કારણ ન હોવા છતા તેને હાની પહોંચાડવા માટે ખોટો ગુન્હો દાખલ કરાવી તેમજ ગુન્હાના આરોપ માંથી કાયદેસરના આરોપીઓને છુપાવવા માટે ગુન્હાનો પુરાવો ગુમ કરવાના ઈરાદે ખોટી માહિતી આપી રાજય સેવક સમક્ષ સાચી માહિતીથી પોતે માહિતગાર હોવા છતા ખોટી માહિતી ફરીયાદ રૂપે જાહેર કરી બીજાની જિંદગી કે શારીરીક સલામતી જોખમમાં મુકાઈ તે રીતે અગ્નિશસ્ત્ર્ર વડે ફાયરીંગ કરી–કરાવી સાહેદ ઈસ્માઈલ જુસબ સફીયાને ઈજા પહોંચાડી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર્ર ૧ર બોર બંદુક(જામગરી) નો ઉપયોગ કરી ગુનો આચરેલ હોય તે ત્રણેય ઈસમોએ ઈ.પી.કો કલમ ૧ર૦બી, ૧૭૭, ર૦૧, ર૧૧, ૩૦૮, ૩૩૭, તથા આર્મ્સ એકટની કલમ રપ(૧)(એ) ર૭, ર૯ તથા જી.પી.એકટની કલમ ૧૩પ(૧) તથા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામનો ભંગ કરી ગુનો કરેલ છે આ અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

દારૂ-જુગારના દરોડા

સીટી એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલ કાંતીલાલ વીસાણી એ ફરીયાદ નોંધાવી છે કે,  ખોજાનાકે, હુશેની ચોક, જામનગરમાં બસીર ઈસ્માઈલ બકાલી, હુશેન યુનુસભાઈ નાલબાની, ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૩૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, કડીયાવાડ, કોર્ટ ફળી,  દેવેન નિરંજનભાઈ વસા, રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ–૭પ, કિંમત રૂ.૩૯,૭પ૦/– ની રાખી ગુનો કરેલ છે.

જોડીયા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જી.જી.જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૯–ર૦ર૦ના બાલંભા ગામે રોડ ઉપર આ કામના આરોપી હરીશકુમાર ઉર્ફે હરીલાલ વીશાભાઈ આહીર, રે. જોડીયાવાળા ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ જેમાં આશરે ૬૦૦ એમ.એલ.ઈંગ્લીશ દારૂ ભેરલ કિંમત રૂ.૩૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે.

યુવાને આયખું ટુકવ્યું

અહીં વાલ્કેશ્વરી સામે, જયરાજ ટ્રાવેલ્સ પાછળ રહેતા લાખાભાઈ દાનાભાઈ વરૂ, ઉ.વ.૬૦ એ સીટી ભસીભ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વીરાભાઈ દાનાભાઈ વરૂ, ઉ.વ.આ.પપ, રે. દિ.પ્લોટ–૪પ, નવી જેલ પાછળ, ગણેશ ફળી, વનીતાબેન કાન્તીલાલ ફલીયાના મકાનમાં, જામનગરવાળા ે પોતાના મકાનમાં કોઈપણ અગમ્ય કારણોસર મરણ થયેલ છે.

માર માર્યાની રાવ

સીટી સી પોલીસ સ્ટેશનમાં કેતન વ્રજલાલ કકકડ એ ફરીયાદ નોંધાવી છે કે,  મેહુલ સિનેમા પાછળ, મયુર પાર્કમાં ફરીયાદી કેતનને આરોપી હિતેષ પિત્રોડા ની દિકરી સાથે મિત્રતા હોય જેથી આરોપી હિતેષની દિકરીને ફરીયાદી કેતનભાઈ આરોપી હિતેષભાઈ ઘરે ન હોય ત્યારે મળવા જતા આરોપી હિતેષભાઈ પિત્રોડા આવી જતા આરોપી સાક્ષીબેનને બોલાવી આરોપી હિતેષભાઈએ ગેસના ચુલાની નળી વડે તથા આરોપી સાક્ષીબેને કપડા ધોવાના ધોકાથી માર મારી મુંઢ ઈજા કરેલ અને ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

ગોવાણા ગામે જુગાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેશભાઈ નથુભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે,   ગોવાણા ગામે નવાપરામાં શીવપાનની દુકાન સામે, સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં  મનસુખભાઈ કેશવજીભાઈ ભોગયતા, સુરેશભાઈ નારણાભાઈ રાઠોડ, જયેશભાઈ જમાનભાઈ દલસાણીયા, હરીભાઈ રવજીભાઈ હિરાણી, રે. ગોવાણા ગામ વાળા જાહેરમાં હારજીત કરી રોકડા રૂ.ર૬૩પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી સંજય જેન્તી જગતીયાં ફરાર થઈ ગયેલ છે.

(2:35 pm IST)