Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

સુરેન્દ્રનગર જિ. સહ. દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કોરોના રક્ષીત ઉકાળા વિતરણ શિબિર યોજાઇ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧ : સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંદ્ય લી.ઠાકર ધણી સુરસાગર ભવન ખાતે યુવા વિકાસ પરિસદ દ્વારા વૈશ્વિક મહામારી કોવીડ -૧૯ કોરોના સામે રોગ  પ્રતિકારક શકિત વર્ધક આયુર્વેદિક ઉકાળા શિબિર અને આયુર્વેદિક સંસવ વટી અને હોમીઓપેથી આર્સેનિક ૩૦ ટેબ્લેટ વિતરણ નો આરોગ્ય જાળવણી શિબિર નુ આયોજન સુરસાગર ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ ના પ્રમુખ સ્થાને યોજવા મા આવે.

 જેમાં સુરસાગર ડેરી ના મેનેજીંગ ડાયરેકટર ગુરુદીત સિંઘ, ડાયરેકટર અને ચેરમેન  ખેતીવાડી બેંક  મંગલ સિંહ પરમાર, તથા તમામ સુરસાગર ડેરી ના બોર્ડ ઓફ ડાયરેકટો વઢવાણ મામલતદાર, બરોલીયા, સામાજીક કાર્યકર સુબોધ જોષી, ઈલેશ ખાંદલા અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખશ્રી,  ઉન્નતિ બેન શાહ,ડો. પરમાર, ડો. દિલીપ બારૈયા  વિગેરેની ઉપસ્થિતમા સમાજ શ્રેષ્ઠીઓનું વિશિષ્ટ  કોરોના વોરિયર્સ  તરીકે પુષ્પ હાર અને શાલ અને સાફો બાંધી ને બહુમાન કરવામાં આવ્યું હતું,

વઢવાણ બ્રહ્મસમાજ સેક્રેટરી ભારદ્વાજ ભાઈ જાની, પ્રિન્સેસ કલબ ના ઉન્નતિ શાહ સુરસાગર ડેરી ના ડાયરેકટર શ્રીઓ, સુબોધ જોષી સામાજીક કાર્યકર નો સમાવેશ થાય છે. આ પ્રસંગે સુરસાગર મેનેજીંગ ડાયરેકટર ગુરુદીતસિંઘેે  જણાવ્યું હતું કે

કોરોના વાઇરસ સામે સતત લડત આપવા માટે અને રોગ પ્રતિકારક શકિત મા વધારો કરવા આયુર્વેદિક ઔષધીનુ સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે અને તે માટે કોરોના સમયમાં આયુર્વેદિક ઉકાળા શિબિર ને આશીર્વાદ રૂપ ગણાવી ડોકટર ટીમ અને આયોજક ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.

કાર્યક્રમનું  સંચાલન ધર્મેન્દ્ર ડી. શાહે કરેલ હતું.

(11:47 am IST)