Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

જૂનાગઢના માળિયા હાટીનાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું : ઘરોમાં પણ પાણી ઘૂસ્યા : ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા

.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર : ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાનું આછીદ્રા ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા.દસ ઈંચ વરસાદથી માંગરોળ, માળિયા,ચોરવાડ વિસ્તાર જળબંબાકાર થયો હતો. ચોરવાડમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ચોરવાડમાં 7 ઈંચથી વધુ વરસાદ વરસતા ગામ પાણી-પાણી થયું હતું.

માંગરોળ તાલુકાના ફરંગટા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગામના મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. માંગરોળ તાલુકામાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા અનેક ગામો પાણી ભરાયા હતા.

 

(11:58 pm IST)