Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ – ગોંડલ ને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ (રોજ ના ૧૦૦ જમ્બો સીલીન્ડર) ના કેપેસીટી વાળો ઓક્સીજન પ્લાન્ટ દાન સ્વરૂપે અર્પણ થતા માનવ સેવા એજ પ્રભુ સેવા ના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના હસ્તે લોકાર્પણ

ગોંડલ તા.૨ : માનવ સેવા એજ પ્રભુ સેવા ના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજશ્રી દ્વારા સંચાલિત શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ – ગોંડલ ના ટ્રસ્ટી તથા પૂજ્ય મહારાજ શ્રી ના કૃપાપાત્ર શિષ્ય આફ્રિકા નિવાસી  ચેતનભાઈ ચગ દ્વારા કોરોના મહામારી ની બીજી લહેર માં સમગ્ર જગ્યાએ ઓક્સીજન ની અછત ને ધ્યાને લઇ પૂજ્ય મહારાજશ્રી ના શતાબ્દી મહોત્સવ દરમ્યાન શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ – ગોંડલ ને ૫૦૦ લીટર પ્રતિ મિનીટ (રોજ ના ૧૦૦ જમ્બો સીલીન્ડર) ના કેપેસીટી વાળો ઓક્સીજન પ્લાન્ટ દાન સ્વરૂપે અર્પણ કરી ઉમદા સેવાકીય કાર્ય કરવામાં આવેલ જે કંપની દ્વારા કાર્યરત થતા પરમ પૂજ્ય સદગુરૂદેવશ્રી હરિચરણદાસજી મહારાજશ્રી ની અધ્યક્ષતા માં,  ભુવનેશ્વરી મંદિર – ગોંડલ ના આચાર્ય પૂજ્યશ્રી ઘનશ્યામ મહારાજ, આપણા વિસ્તાર ના સાંસદ સભ્ય માનનીય શ્રી રમેશભાઈ ધડુક તથા  ગોંડલ  ધારાસભ્ય શ્રી ના પ્રતિનિધિ  ગણેશભાઈ જયરાજસિંહ  જાડેજા તથા સંસ્થા ના ટ્રસ્ટીશ્રીઓ તથા હોસ્પિટલ ડોક્ટર્સ  ની ઉપસ્થિતિ માં પરમ પૂજ્ય મહારાજશ્રી ના હસ્તે બુધવાર ના રોજ ઓક્સીજન પ્લાન્ટ નું લોકાર્પણ  કરવામાં આવેલ છે.( તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ )

(3:38 pm IST)