Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

ગોંડલમાં ભારે વરસાદથી બસ સ્ટેશનમાં પાણી ભરાયા : ઉમરાળા અન્ડરબ્રીજમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ

રેલવે સ્ટેશન અને કોલેજ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

રાજકોટમાં લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું છે.. ત્યારે કેટલાક સ્થળો પર હવે લોકોને તંત્રના વાંકે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં મેઘરાજા દે ધનાધન વરસ્યા હતા . ભારે વરસાદથી બસ સ્ટેન્ડમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા , જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી,.ગોંડલમાં ઉમવાળા અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કાર ફસાઈ ગઈ હતી.તંત્રના વાંકે કારચાલકને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો .જો તંત્રએ અંડરબ્રિજ પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ રાખ્યો હોત તો કારચાલકને ફસાવાનો વારો ન આવ્યો હોત.ગોંડલના રેલવે સ્ટેશન અને કોલેજ ચોક સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

(2:58 pm IST)