Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલ્યાણપુરમાં ૨, ખંભાળીયામાં ધોધામાર ૧ ઇંચ દ્વારકા-ભાણવડમાં ઝાપટા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઝાપટાથી ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં કલ્યાણપુરમાં ૨ ઇંચ, ખંભાળીયામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કલ્યાણપુર અને દ્વારકામાં ઝાપટા વરસ્યા છે.

ખંભાળીયા પંથકમાં લાંબા વિરામબાદ ખંભાળીયા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા મુરજાતા પાકને ફાયદો થયો છે.

વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(12:25 pm IST)