Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મોડી રાતથી માંગરોળમાં અનરાધાર વરસાદ : સવાર સુધીમાં પાંચ ઈચ ખાબક્યો

લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી ખેડૂતોમાં ખુશીનો માહોલ

માંગરોળ:જુનાગઢ ના માંગરોળમાં મઘ્ય રાત્રીથી ઘમાકેદાર વરસાદ પડયો છે, સવારના છ સુધી માં ૧૨૯ મીમી,પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતા ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળે છે, સુકાતા પાકને જીવતદાન મળ્યું છે.  એકી સાથે પાંચ ઈંચ વરસાદ ખાબકતા કુલ મોસમનુ ૫૬૪ મીમી સાડા બાવીસ ઈંચ વરસાદ નોંધાયો છે.

(10:20 am IST)