Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

રાજકોટમાં પીધેલા પછી હવે બે પીધેલીએ મચાવી ધમાલ: દુકાનદાર સાથે રાત્રે ડખ્ખો કર્યો: પ્ર. નગર પોલીસે ફનવર્લ્ડ પાસેથી પકડી: નિતલ ઉર્ફ નિકિતા સાગઠિયા અને ઝારા વિગલ સામે ગુનો દાખલ

રાજકોટ: શહેરમાં પીધેલાઓ ખેલ કરતા હોવાનું અનેકવાર બન્યું છે. પણ શનિવારે મોડી રાત્રે ડો. યાજ્ઞિક રોડ પર આવેલી છાસવાલા નામની દુકાને બે પીધેલી યુવતીઓએ ધમાલ મચાવી. હતી. દુકાનદાર સાથે બેફામ વાણીવિલાસ કરી ડખ્ખો કરતા ટોળું ભેગું થઈ ગયું હતું. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસ આવી ત્યાં બંને ભાગી ગઈ હતી. બાદમાં આજે વહેલી સવારે બંનેને રેસકોર્સ ફન વર્લ્ડ પાસેના મેદાનમાંથી પ્ર.નગર પોલિસે પીધેલી પકડી લીધી હતી.

 આ બનાવમાં પ્ર. નગર પોલીસે કોન્સ. બ્રિન્દાબેન બી.ગોહેલની ફરિયાદ પરથી નિતલ ઉર્ફે નીકીતા પ્રેમજીભાઈ ગાડાભાઇ સાગઠીયા (રહે.નહેરૂનગર શેરી નં ૦૩ નાના મૌવા મેઇન શેડ રાજકોટ તથા ઝારા થંગખાનપાઉ વીગલ (રહે. રૈયા રીડ કનૈયા ચોક શેરી નં ૦૫ હનુમાનમઢી પાસે) વિરૂધ્ધ પ્રોહીઇશન એકટ કલમ ૬૬-૧-બી મુજબ બંને જાહેરમાં કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવ્યાનો ગુનો નોંધ્યો છે.

 મહિલા કોન્સ્ટેબલ બ્રિનદાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૩૦/૦૩ના  હું તથા તથા કોન્સ. અંકિતભાઇ બટુકભાઇ નિમાવત પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા ત્યારે વહેલી સવારે છ વાગ્યે રેસકોર્ષ ફર્નવર્લ્ડની બાજુમા આવેલ રેસકોર્ષના મેદાનમાં બે મહીલાઓ લથડીયા ખાતી અને બકવાસ કરતી જોવામા આવતા બંને મહીલાઓને રોકી નામઠામ પુછ્તા બંને મહીલાઓના મોઢામાથી કેફી પ્રવાહી જેવી તીવ્રવાસ આવતી હોઇ બે રાહદારી પંચો બોલાવી નામ પુછતા એક યુવતીએ પોતે નિતલ ઉર્ફે નીકીતા પ્રેમજીભાઈ ગાડાભાઈ પરમાર (ઉ.વ ૩૨, ધંધો મજુરી રહે. નહેરૂનગર શેરી નં ૦૩ નાના મૌવા મેઇન રોડ રાજકોટ) હોવાનું અને બીજીએ પોતાનુ નામ ઝારા થંગખાનપાઉ વીગલ (ઉ.વ ૨૩ ધંધો પ્રા.નોકરી રહે કનૈયા ચોક શેરી નં ૦૫ હનુમાન મઢી પાસે રાજકોટ, મૂળ ઉત્તરાંચલ) હોવાનુ થોથરાતી જીભે જણાવતા બંને મહીલાને પંચોની હાજરીમાં હલાવી ચલાવી જોતા પોતાના શરીરનુ સમતોલન પણુ જાળવી શકતી ન હોઇ, બને મહિલાઓની આંખો જોતા નશા તળે લાલ જણાતી હોઇ તથા  બંને મહીલાઓ જાહેરમા કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી આવતા તેની પાસે કેફી પ્રવાહી પીવા સબબ કોઇ આધાર કે પાસ પરમીટ હોય તો રજુ કરવા જણાવતા તેની પાસે આવો કોઇ પાસ પરમીટ નહી હોવાનુ જણાવેલ જેથી બંને મહીલાઓ સામે જાહેરમાં કેફી પ્રવાહી પીવાનો ગુનો નોંધ્યો હતો. મહીલાઓને સુર્યયાસ્તનો સમય હોઇ જેથી નોટીસ આપી દિવસ દરમિયાન પોલીસ સ્ટેશને હાજર રહેવા સમજ કરી હતી. તેમ ફરિયાદમાં જણાવતા વધુ તપાસ એ એસ આઈ  એ એસ આઈ સી.એમ. ચાવડા  સી.એમ. ચાવડાએ હાથ ધરી છે.

 

(11:04 am IST)