Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ડુપ્લીકેટ કેસેટો-સીડી-ડીવીડીનું વેચાણ કરવા અંગે આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૩૦ :. અત્રે ૧૫૦ ફુટ રીંગ રોડ ફુટપાથ પર ડુપ્લીકેટ કેસેટોનું વેચાણ કરવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની વિગત જોઈએ તો રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ગુન્હામાં આરોપી પ્રકાશભાઈ પ્રવિણભાઈ દેડકીયા વિરૂદ્ધ ડુપ્લીકેટ સીડી, ડીવીડી, એમપીથ્રી વિગેરેનું ગેરકાયદેસર વેચાણ કરેલ છે તેવુ જણાવી ફરીયાદ દાખલ કરેલ અને આરોપી પાસેથી આશરે રકમ રૂ. ૨૨,૧૨૫ પુરાનો મુદામાલ કબ્જે કરી સદરહું ગુન્હાનું ચાર્જશીટ રજુ કરેલ હતું.

સદરહું ગુન્હો રાજકોટના ચીફ જ્યુ. મેજી. શ્રી બી.આર. રાજપુત સમક્ષ ફોજદારી કેસથી કોપીરાઈટ એકટના ગુન્હા હેઠળ કેસ ચાલતા અદાલતે પોલીસે દાખલ કરેલ કોપીરાઈટ એકટના ગુન્હા હેઠળ આરોપી પ્રકાશભાઈ પ્રવિણભાઈ દેડકીયા વિરૂદ્ધ ફરીયાદ પક્ષ આરોપીની માલિકી સીડીઓ હોવાની હકીકત નિઃશંકપણે પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય જેથી આરોપીને તેમની સામે આક્ષેપીત ગુન્હા સબબે તકસીરવાન ઠરાવી શકાય તેમ નહી તેમ ઠરાવી આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે.

સદરહુ કામમાં આરોપી પ્રકાશભાઈ પ્રવિણભાઈ દેડકીયા વતી એડવોકેટ શ્રી ધર્મેન્દ્રસિંહ પી. ઝાલા, અશ્વિનભાઈ મહાલીયા, કિરણભાઈ રૂપારેલીયા તથા નિરલ કે. રૂપારેલીયા રોકાયેલ હતા. (૨-૧૯)

(4:02 pm IST)