Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

આરોગ્ય સમિતિની ટીમ નવી કેન્સર હોસ્પિટલની મુલાકાતેઃ

ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ કીડની હોસ્પિટલ સામે નવી કેન્સર હોસ્પિટલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે તાજેતરમાં ખુલ્લી મુકાઇ હતી. કેન્સર જેવા હઠ્ઠીલા દર્દ માટે નાછૂટકે અમદાવાદ જવું પડતું હતું. ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અથાગ પ્રયત્નો અને સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરને આ નવી કેન્સર હોસ્પિટલ મળી છે. નવી બનેલ કેન્સર હોસ્પિટલમાં તમામ અવનવી સુવિધાઓ મળે તે માટે મહાનગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષભાઇ રાડીયા તેમજ રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલનાં કાઉન્સેલર જયંતભાઇ ઠાકર, રાજીવભાઇ ઘેલાણી - પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા અને ડો. મીનાબેન શાહે ઉપરોકત સુવિધાઓ માટે પ્રશ્ન હાથ ધરેલ છે ત્યારે આવનારા દિવસોમાં નવી બનેલ કેન્સર હોસ્પિટલમાં આવતા દર્દીઓને તકલીફ ના પડે તેવા પ્રયત્નો પણ હાથ ધરાશે. પદાધિકારી તેમજ અધિકારીઓની ટીમે નવી કેન્સર હોસ્પિટલની મુલાકાતે લઇ પ્રશ્નોને હાથ પર લીધા હતા.(૨૧.૨૧)

(3:52 pm IST)