Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કોઠારીયા રોડ પર ગેરકાયદે બાંધકામઃ ટી.પી.શાખાની નોટીસ

રાજકોટઃ શહેરના વિવિધ વિસ્‍તારમાં મંજુરી વિનાના ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અટકાવવા મનપાની ટીપી શાખા દ્વારા ચેકીંગ હથ ધરવામાં આવી રહયું છે. દરમિયાન કોઠારીયા રોડ ઉપર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા ટી.પી.શાખા દ્વારા નોટીસ આપવામાં આવી છે.

 શહેરના કોઠારીયા રોડ પર આવેલ બંધ ટોકીઝમાં ગેરકાયદેસર બાંધકામની ફરીયાદો મનપા તંત્રને મળતા ટી.પી.શાખા હરકતમાં આવી હતી.ે આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા તંત્ર દ્વારા બીપીએમસી એકટ ર૬૦ (૧) મુજબ નોટીસ આપવામાં આવી છે.

આ અંગે મનપાના સતાવાર સુત્રોના જણાવ્‍યા મુજબ આ વિસ્‍તારમાં ર થી અઢી મહિના પહેલા જારીની જગ્‍યાએ શટર બનાવ્‍યું હોય અને નવુ બાંધકામ ન કરવા નોટીસ આપવામાં આવી હતી.  અહીંયા નવુ બાંધકામ થતુ હોવાની જાણ થતા ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું આ ચેકીંગ દરમ્‍યાન બાંધકામનું  રીપેરીંગ થતુ હોવાનું માલુમ પડયું હતું.

(3:48 pm IST)