Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ દ્વારા જામ્‍યો એક દિવસીય રાસોત્‍સવ : ખેલૈયાઓને લાખેણા ઇનામો

રાજકોટ : મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ દ્વારા ૧૫૦ ફુટ રીંગરોડ, શીતલ પાર્ક પાસે સોનલ ગરબા ગ્રાઉન્‍ડમાં વેલકમ નવરાત્રીનું આયોજન કરાયુ હતુ. ભુલકાઓથી માંડીને વડીલો મનમુકીને ડી.જે.ના તાલે ઝુમ્‍યા હતા. અલગ અલગ ચાર ગ્રુપમાં વિજેતા જાહેર કરી લાખેણા ઇનામોથી નવાજવામાં આવેલ. રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ, કિરણ ઇલેકટ્રોનિક, કોઠારી સ્‍ટોર, ધર્મેશભાઇ કલ્‍યાણી, માતંગી જવેલર્સ, વિકાસ કિચનવેર, એન્‍જલ પમ્‍પના સહયોગથી ઇનામો અપાયા હતા. મુખ્‍ય મહેમાન તરીકે યશભાઇ રાઠોડ, મુકેશભાઇ દોશી, અમિત પટેલ, અજય ગઢીયા, આશિષ પટેલ, કૌશિક કલ્‍યાણી, અમિત કે. પટેલ, દીપુભાઇ શાહ, હેમલ મોદી, મધુબેન મારવાડી, નિરજ મહેતા, ધર્મેશ જીવાણી, ધર્મેન્‍દ્ર મહેતા, હરેન મહેતા, કરશનજી કમળશી ભાડલીયા પરિવાર ઉપસ્‍થિત રહેલ. વેલકમ નવરાત્રી મહોત્‍સવમાં રાજકોટના સાતેય મંડળના પ્રમુખ અને ટીમએ ઉપસ્‍થિત રહી એકતાના દર્શન કરાવ્‍યા હતા. ધર્મેશભાઇ શેઠ, કેતનભાઇ મેસવાણી, શ્રેયાંશ મહેતા, પ્રનંદ કલ્‍યાણી, પ્રતિમાબેન પારેખ, ગીતાબેન પટેલ વગેરે ઉપસ્‍થિત રહેલ. સમગ્ર રસોત્‍સવને સફળ બનાવવા મહાજન પ્રમુખ ભાગ્‍યેશ વોરા, કીરેન છાપિયા, કેતન પારેખની રાહબરીમાં ટ્રસ્‍ટીઓ સર્વશ્રી સુનિલ વોરા, અશ્વિન વડોદરીયા, નીતિન વોરા, સંજય મણીયાર, જગદીશ વડોદરીયા, ધર્મેશ વોરા, ઇલેશ પારેખ, પ્રોજેકટ ઇન્‍ચાર્જ કેતન બોઘાણી, પિયુષ પટેલ, નીતીન મણીયાર, અતુલ વોરા, કમીટી મેમ્‍બર્સ કમલેશભાઇ પારેખ, છાયા વજરીયા, નીતા પારેખ, સાવન ભાડલીયા, જીજ્ઞેશ મહેતા, કાકુ કહેતા, કેતન મેસવાણી, સુનિલ બખાઇ, સંદીપ પટેલ, શ્રેયાંશ મહેતા, મિલન વોરા, ચેતન મહેતા, રાજદીપ શાહ, અતુલ પારેખ, જીજ્ઞેશ મેસવાણી, સંજય મહેતા, અશ્વિન પટેલ, ધીરૂભાઇ મહેતા, મેઘલ ગાંધી, જીતેશ મણીયાર, વિક્રમ દોશી, હેમાંગ કલ્‍યાણી, અલ્‍પેશ પારેખ, પ્રશાંત ગાંગડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:40 pm IST)