Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

મ.ન.પા.ના નવનિયુકત મ્યુ. કમિશ્નર અમિત અરોરાને શુભેચ્છા પાઠવતા વિપક્ષી નેતા સહિતના કોંગી કોર્પોરેટરો

 રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા   વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર  મકબુલભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુકત મ્યુનિસિપલ કમિશ્નર   અમિત અરોરાને પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.  આ તકે તંત્ર અને વિપક્ષી નેતા અને કોર્પોરેટરો સંકલન સાથે રાજકોટ શહેરના વિકાસ આગળ વધારવા અને પ્રજાના પ્રશ્નો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા માટે અને નવા ભળેલા વિસ્તારોમાં તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં પ્રાથમિક સુવિધાના કામો તબક્કાવાર આગળ વધારવા અંગેનો સહકાર આપવા માટે મ્યુનિસિપલ કમિશ્નર  એ પોઝીટીવ વલણ દાખવી કાર્ય કરશે તેવું ઉચ્ચાર્યું હતું. તેમ કોંગ્રેસની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(3:27 pm IST)