Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

કાલે રેસકોર્ષમાં ઇન્‍ડિયન આઇડોલના સિતારાઓ ઓલ્‍ડ એન્‍ડ ન્‍યુ સોંગ્‍સનો સુમધુર રસથાળ પીરસશે

દર્દ એ દિલ દર્દે જીગર...થી તેરી મીટ્ટી મે મિલ જાંવા...જેવા સુપરડુપર હિટ ગીતો રાજકોટીયન્‍સને ડોલાવશે : મનપા દ્વારા આયોજીત ‘સપ્‍તરંગી સાંજ'નું કાર્યક્રમનું પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્‍તે ઉદ્દધાટનઃ મંત્રી અરવિંદ રૈયાણીની વિશેષ ઉપસ્‍થિતીઃ પવનદિપ રાજન-અરૂનીતા કાનજીલાલ-સાયલી કાંબલે-સવાઇ ભાટ-આશિષ કુલકર્ણી જેવા યુવા ગાયકોના સુરીલા કંઠેથી એક એક ચડીયાતા ગીતો થશે રજૂ

રાજકોટ તા. ૩૦ :  છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કપરા કાળમાં તણાવમુક્‍ત જિંદગી જીવવાની સાથોસાથ કોરોનાના સંક્રમણથી બચવા માટેના કેટલાક નિયંત્રણોનો પણ સામનો કરી ચૂકેલા લોકો હાલ સામાન્‍ય પરિસ્‍થિતિમાં મુક્‍તિનો આનંદ માણી રહ્યા છે. કોરોનાની સ્‍થિતિ કાબુમાં આવી અને પરિસ્‍થિતિ નોર્મલ બનતા થોડા દિવસો પૂર્વે જ હોળી-ધુળેટીના પર્વની ઉજવણી રૂપેᅠ‘હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન'નુ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સિલસિલો આગળ ધપાવતા હવે ૧ લી મે, ‘ગુજરાત રાજય સ્‍થાપના દિનની' ઉજવણી રૂપે રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર શાનદાર લાઈવ મ્‍યુઝિકલ શોᅠ‘સપ્તરંગી સાંજ'ᅠદ્વારા શહેરના નાગરિકોને જુના નવા ગીતોથી સંગીતમય બનાવશે. આ કાર્યક્રમમાં ‘સોની' ટી.વી.ના મ્‍યુઝીક રિયાલિટી શોᅠ‘ઈન્‍ડીયન આઈડોલ'ના દેશ વિદેશમાં લોકપ્રિય બની ચૂકેલા સિંગરો પવનદિપ રાજન, અરૂણીતા કાનજીલાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી અને સવાઈ ભાટ જુના નવા હિન્‍દી ફિલ્‍મ ગીતો પ્રસ્‍તુત કરશે. તેમ સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ જણાવ્‍યું હતું.

૧ લી મે, ‘ગુજરાત રાજય સ્‍થાપના દિનની' ઉજવણી રૂપે રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર શાનદાર લાઈવ મ્‍યુઝિકલ શોᅠ‘સપ્તરંગી સાંજ'ᅠકાર્યક્રમનું દિપ પ્રાગટ્‍ય ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્‍તે થશે. આ પ્રસંગે રાજયના વાહન વ્‍યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીની વિશેષ ઉપસ્‍થિતિમાં થશે. કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે.

અહી એ યાદ અપાવીએ કેᅠઙ્કઈન્‍ડીયન આઈડોલઙ્ઘના મંચ થકી ઉપરોક્‍ત સિંગરોની લોકપ્રિયતાએ દેશ વિદેશના સિમાડા ક્રોસ કર્યા હતા. એક એકથી ચડિયાતા એવા આ સિંગરોમાં મોટાભાગના સિંગરો મધ્‍યમ અને ગરીબ વર્ગના પરિવારમાંથી આવે છે. ઈન્‍ડીયન આઈડોલના મંચે તેઓને એક નવી ઓળખ આપી અને આજે તેઓ પોતાના સુરીલા કંઠથી લોકોના હદય પર રાજ કરી રહ્યા છે.

અત્‍યાર સુધી રાજકોટની જનતાએ આ સિંગરોને ટી.વી. પર કેᅠ‘યુ ટ્‍યુબ'માં જ સાંભળ્‍યા છે, પરંતુ હવે તેઓને રાજકોટની જ ધરતી પર લાઈવ સાંભળવા-જોવાનો મોકો મળી રહ્યો છે ત્‍યારે રાજકોટવાસીઓ આ મ્‍યુઝીકલ કાર્યક્રમને લઈને જબરદસ્‍ત ઉત્‍સાહ અને તાલાવેલી અનુભવી રહ્યા છે. આ કલાકારોનો કાર્યક્રમ લાઈવ નિહાળવો અને સાંભળવો એ એક યાદગાર સંભારણું બની રહેશે.

સપ્‍તરંગી સાંજ કાર્યક્રમ ઓલ બોલીવુડ ઇવેન્‍ટસના ભારતી નાયકે મેનેજ કરી છે.

આ પ્રસંગે સંસદસભ્‍ય મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે,મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

 

ંભળવા - માણવા મળશે

 સિંગર          ગીતનું નામ      મૂવીનું નામ           ઓરિજનલ સિંગર

પવનદિપ       માઈ તેરી ચુનરીયા                      એ.બી.સી.ડી.-૨ (નવું) અરિજીત સિંહ

રાજન           દર્દ એ દિલ       કર્ઝ (જુનું)             મહોમદ રફીᅠ

                 તેરી મિટ્ટી મે મિલ કેસરી (નવું)           બી.પ્રાક (પંજાબી સિંગર)

સાયલી          આઓ ના ગલે    મેરે જીવનસાથી (જુનું) આશા ભોંસલે

                 જુમ જુમ જુમ બાબા                      કસમ પેદા કરનેવાલે કી(જુનું)                 સલમા આગહાᅠ

આશિષ          પગ ઘુંઘરૂ બાંધ   નમક હલાલ (જુનું)    કિશોર કુમાર

                 ક્‍યા હુઆ તેરા વાદા                     હમ કિસી સે કમ નહી (જુનું)                 મહોમદ રફી,

                                                           આર.ડી.બર્મન

અરૂણીતાᅠ       એસા સમા ના હોતા                      ઝમીન આસમાન (જુનું)                 લતા મંગેશકર

                 કેહના હી ક્‍યા     બોમ્‍બે (જુનું)           કે.એસ.ચિત્રા (ક્રિષ્‍નાન                                             નાયર સંત કુમારી ચિત્રા)

                 માર ડાલા         દેવદાસ (નવું)         કવિતા કૃષ્‍ણમૂર્તિ

સવાઈ           મેરે રસ્‍કે કમર     બાદશાહો (નવું)       નુસરત ફતેહ અલી ખાન

                 પધારો મ્‍હારે દેશᅠᅠ                      લોક ગીત      ᅠ

પવન - સાયલી યે રાત ભીગી ભીગી                      ચોરી ચોરી (જુનું)      લતા મંગેશકર

સાયલી - આશિષ                  પરબત કે ઉસ પાર    સરગમ (જુનું)  લતા મંગેશકર,

                                                           મહોમદ રફી

આશિષ - અરૂણીતા                 ઈમ્‍તિહાં હો ગઈ        શરાબી (જુનું)  આશા ભોંસલે,

                                                           કિશોર કુમાર

                 વાદા કરો નહી છોડોગે                    આ ગલે લગ જા (જુનું)                 લતા મંગેશકર,

                                                           કિશોર કુમાર

ᅠસાયલી - અરૂણીતા               તુમકો પિયા દિલ દિયા શિકારી (જુનું)  લતા મંગેશકર, ઉષા

                       મંગેશકર, મહેન્‍દ્ર કપૂર

સપ્‍તરંગીમાં પરેશભાઇનું માર્ગદર્શન

સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન દ્વારા વ્‍યવસ્‍થાને આખરી ઓપ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ૧ લી મે ‘ગુજરાત રાજય સ્‍થાપના દિન'ની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્‍યાન કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને કારણે કોઈપણ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજી શકાયા ન હતા. છેલ્લા કેટલાક સમયથી કોવિડની અસર નહિવત બની જતા, ગત ધૂળેટીના પર્વ પ્રસંગે ‘હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન'નું આયોજન કરવામાં આવેલ. એ જ રીતે કાલે રવિવારે ૧ લી મે ગુજરાત રાજયના સ્‍થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ‘સપ્તરંગી સાંજ'નો કાર્યક્રમ સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાનાં માર્ગદર્શન હેઠળ યોજાશે.

આ કાર્યક્રમમાં રિયાલિટી મ્‍યુઝીકલ શો ઈન્‍ડીયન આઈડોલના સુપ્રસિદ્ધ સિંગરો પવનદિપ રાજન, અરૂનીતા કાનજી લાલ, સાયલી કાંબલે, આશિષ કુલકર્ણી, સવાઈ ભાટ વગેરે દ્વારા ગીતોની રમઝટ બોલાવશે. વધુમાં પરેશભાઇ પીપળીયાએ જણાવ્‍યુ હતુ કે, લોકો માટે સોફા, ખુરશી તથા ગાદલા સહિતની બેઠક વ્‍યવસ્‍થા, સાઉન્‍ડ સિસ્‍ટમ, લાઈટીંગ વગેરે,ᅠ મેદાનમાં દર્શકો વિશાળ કદની એલ.ઈ.ડી. સ્‍ક્રીન પર પણ કાર્યક્રમ માણી શકે તે પ્રમાણે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

રાજકોટની જનતાને આ સિંગરોના લાઈવ પર્ફોમન્‍સ માણવાની તક મળી રહી છે ત્‍યારે તમામ શહેરીજનોને સપ્તરંગી સાંજને માણવા પરેશ પીપળીયાએ કર્યો છે.

(4:04 pm IST)