Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં બનાવ જનક આહુજા, તેના ભાઇ રાજેશ અને બહેનો પર ચાર-પાંચ શખ્‍સોનો ધોકા-પાઇપથી હુમલો

જનક બકાલુ લેવા જતો'તો ત્‍યારે કોઇએ ગાળ દેતાં તેણે સામે ગાળ દીધા બાદ ડખ્‍ખો

રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે જય જવાન જય કિસાન સોસાયટીમાં રહેતાં સિંધી પરિવારના સગીરને અજાણ્‍યા શખ્‍સે ગાળ દેતાં તેણે પણ સામે ગાળ ભાંડતા બોલાચાલી બાદ હુમલો થયો હતો. સગીરને બચાવવા તેનો ભાઇ અને બે બહેનો વચ્‍ચે પડતાં બધા પર એ શખ્‍સોએ ધોકા-પાઇપથી હુમલો કરી પથથરમારો કરી ઇજા કરતાં સારવાર લેવી પડી હતી.મોરબી રોડ જય જવાન જય કિસાનમા રહેતો જનક લક્ષ્મીચંદ આહુજા (ઉ.૧૬) સાંજે ઘરેથી ચાલીને શાક બકાલુ લેવા જતો હતો ત્‍યારે સાગર ચોકમાં અજાણ્‍યા ભરવાડ જેવા શખ્‍સે ગાળ દેતાં તેણે પણ સામે ગાળ દેતાં ઝઘડો થયો હતો. જનકને મારકુટ થતાં તેના ભાઇ રાજેશ લક્ષ્મીચંદ આહુજા (ઉ.૨૬) અને બહેનો જયશ્રી રાહુલ લાખાણી (ઉ.૨૬) અને આરતી ચેતન આહુજા (ઉ.૨૫) છોડાવવા વચ્‍ચે આવતાં આ ત્રણેય ઉપર પણ હુમલો કરવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી.

(3:50 pm IST)