Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

...વ્રજમાં ત્રણ દિવસ રોકાવા ગયેલ ઉધ્ધવજી ત્રણ માસ સુધી રોકાઇ ગયાઃ દ્વારકેશલાલજી

દ્વારકેશ ગ્રુપ અન સમન્વય ફાઉન્ડેશન યોજીત કથાની કાલે પુર્ણાહુતી

રાજકોટ, તા., ૩૦:  દ્વારકેશ ગૃપ તથા સમન્વય ફાઉન્ડેશનના ઉપક્રમે ચાલી રહેલ શ્રી ભ્રમરગીત રસામૃતમ કથાના પાંચમા દિવસે વકતા શ્રી દ્વારકેશલાલજીએ કથા આગળ ધપાવતા જણાવેલ કે ત્રણ દિવસ રોકાવા વૃજમાં ગયેલ જ્ઞાતિ ઉધ્ધવજી ત્રણ માસ સુધી વૃજમાં રોકાયા અને નંદબાવા-યશોદાજી તથા વૃજભકતો ગોપીઓની કૃષ્ણભકિત-કૃષ્ણ પ્રત્યેની આસકતીથી પ્રભાવીત થઇ અંતે ગોપીઓની ભકિત પાસે પોતાના જ્ઞાનની કોઇ કિંમત નથી- હાર માની ફરી મથુરા પધારે છે. ત્રણ મહિનાના પોતાના અનુભવો જણાવીને કબુલ કરે છે કે ભકિત મહાન છે.

કથા શ્રવણ કરવા પધારેલ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ શ્રી વલ્લભરાયજી મહોદયશ્રી (જામનગર) તથા આર્ષ વિદ્યાલયના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કથાનું અનુસાર પોતાના ભાવ વચનામૃત દ્વારા વકત કર્યા હતા.

રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પુર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ કથા શ્રવણ કરવા પધાર્યા હતા. બધાનું ઉપરણો ઓઢાડી બહુમાન કરાયું હતું.

સર્વે મહાનુભાવોનું શ્રી દ્વારકેશ ગ્રુપ, શ્રી ગોરર્ધન ગૌશાળા શ્રીજી ગૌશાળા તેમના સમન્યય ફાઉન્ડેશનના શ્રી કાંતીલાલ ભુત તથા તેમની પ૧ સોસાયટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મનોરથી રમેશભાઇ ધડુક તથા ગોવિંદભાઇ ભાલાળા પરીવારોએ પણ શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન

તા.૩૦ના મંગળવારે રાત્રે ઢાઢીલીલાનો ક્રમ રાખવામાં આવ્યો હતો. તેમજ ૩૧ મી બુધવારે કથા પુર્ણાહુતી દિવસે કથાનો સમય સવારના ૯ થી ૧ સુધી ચંદ્રગ્રહણને કારણે રાખવામાં આવ્યો છે.

સમગ્ર આયોજનની વ્યવસ્થા માટે ગોરધનભાઇ ગજેરા, વિઠ્ઠલભાઇ ભાલાળા, કાંતીલાલ ભુત (સમન્વય) લક્ષ્મણભાઇ સાવલીયા, નવનીતભાઇ ગજેરા, વિઠ્ઠલભાઇ ધડુક, ભરતભાઇ સંચાણીયા, જેરામભાઇ વાડોલીયા જહેમત ઉઠાવી રહયા છે. (૪.૧૯)

(4:32 pm IST)