Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગુરૂવારથી રેસકોર્ષમાં સૌરાષ્ટ્ર કક્ષાનો હસ્તકલા મેળો

સરકારના ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજન ૧૦૦થી વધુ સ્ટોલ્સમાં કલા નિહાળી શકાશે હાથ બનાવટની વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન ગામેગામના સર્જકો, મુલાકાતીઓ આવશે પ્રવેશ અને પાર્કિંગ વ્યવસ્થા નિઃશુલ્ક સૌને લાભ લેવા નિયામક પી.જી.પટેલનો અનુરોધ

રાજકોટ તા. ૩૦ : ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાયર્િાન્વત છે. ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજયના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો છે. તેના રાજકોટમાં વધુ એક વખત વિશિષ્ટ આયોજન કરાયું છે.

કમિશ્નરશ્રી, કુટિર અને ગ્રામોધોગ હસ્તક કાર્યાન્વિત ગુજરાત રાજય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી., ઇન્ડેક્ષ્ટ-સી, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા તથા ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશન લી. સાથે સલંગ્ન વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/સખી મંડળો અને કલસ્ટર્સને સ્ટોલ ફાળવી સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી કલા પારખુ પ્રજા માટે 'સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮' નું આયોજન એનર્જી પાર્ક, આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. જેમાં હાથશાળ, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, વાંસના રમકડા, પેચ વર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, અકીકની આઇટમો, માટીની વિવિધ  ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે વુડન વોલપીસ, ચામડાના રમકડા, ગૃહઉધોગ, હાથશાળ તથા હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કારીગરો ધ્વારા કરવામાં આવશે. મેળો દિવસ દરમિયાન અને રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રવેશ અને પાર્કિંગ વિનામૂલ્યે છે.

ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા તા.૧ થી તા.૧૩ ફેબ્રુઆરી દરમ્યાન ઙ્કસૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮ઙ્ખ નું એનર્જી પાર્ક, આર્ટ ગેલેરી પાસે, રેસકોર્ષ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં રાજયના રાજકોટ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, ખેડા, વડોદરા વિગેરે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના ૧૦૦ થી વધુ કારીગરો ધ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે. કચ્છી ઘોડીથી સ્વાગત અને ઢોલક વાદન સહિતના આકર્ષણો પણ રહેશે.

આ મેળો રાજકોટ ખાતે ફલાવર શો, તા.૧ થી તા.૪ દરમ્યાન મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહશે. ફલાવર શોની સાથે સાથે આ 'સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળો-૨૦૧૮' મેળો આગામી શીવરાત્રીનાં મહાપર્વને ધ્યાને રાખીને હાથશાળ-હસ્તકલા અને કુટિર ઉદ્યોગનાં કારીગરોને પ્રોત્સાહન મળી રહે તે હેતુ થી તા.૧ થી તા.૧૩ આયોજન કરેલ છે.    

રાજકોટ જિલ્લાની કલાપ્રેમી જનતાને સૌરાષ્ટ્ર કુટિર હસ્તકલા મેળાની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી પી.જી. પટેલ (જી.એ.એસ.) ધ્વારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે.

(4:28 pm IST)