Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ટ્રાફિકની પ્રવૃતિ બદલ ફોટોગ્રાફરનું સન્માન

રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો ફેલાવો કરનાર ભાવનગરના ફોટોગ્રાફર અજય જાડેજાનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. છેલ્લા ૩ વર્ષથી રાજકોટમાં ટ્રાફિક પ્રદર્શન, ટ્રાફિક સેમીનારો અને ટ્રાફિક રથનું આયોજન કરનાર અજય જાડેજાનું મેયર જૈમન ઉપાધ્યાય અને એડીશ્નલ પોલીસ કમીશ્નર શ્રી ભટ્ટના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે મહેમાનગણો, આર.ટી.ઓ. વિભાગ, ટ્રાફિક બ્રિગેડ વગેરે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓની ટ્રાફીક પ્રવૃતિ ધ્યાને લઇ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખાસ અભિનંદન પત્ર પાઠવ્યો છે. તેમજ તેમના કાર્ય માટે લીમકા બુક ઓફ રેકોર્ડ જેવી ૭ બુકમાં સમાવેશ કરાયો છે.

(2:38 pm IST)