Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

સ્નેહના સંભારણાઃ વોર્ડ નં. ૯ શિવપરા ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયા વર્ષોથી હતાં નરેશ કનોડીયા સાથે સંપર્કમાં

રાજકોટઃ ગુજરાતી કલા જગતને ગોૈરવ અપાવનારા મહેશભાઇ કનોડીયાના નિધન બાદ તેમના ભાઇ ગુજરાતી ફિલ્મોના રજનીકાંત એવા નરેશભાઇ કનોડીયાનું પણ નિધન થઇ જતાં અસંખ્ય ચાહકો શોકમાં ગરક થઇ ગયા હતાં. નરેશ કનોડિયા સાથે રૈયા રોડ હનુમાન મઢી પાછળ વોર્ડ નં. ૯ના શિવપરામાં રહેતાં આ વિસ્તારના ભાજપ આગેવાન રણછોડભાઇ સાટીયાને વર્ષોથી સંપર્ક હતો. અવાર-નવાર તે નરેશભાઇને રૂબરૂ મળતાં હતાં. નરેશભાઇની વસમી વિદાયને પગલે રણછોડભાઇ શોકમાં ડુબી ગયા હતાં. તેણે પોતાના ઘરે જ નરેશભાઇની તસ્વીર સમક્ષ ધૂપ-દિપ જલાવી શ્રધ્ધાંજલિ આપી હતી. જેમાં બીજા કાર્યકરો પણ જોડાયા હતાં. રણછોડભાઇની નરેશભાઇ સાથેની આ તસ્વીર સ્નેહના સંભારણા સમાન બની રહી છે.

(2:42 pm IST)
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ચૂંટણી પ્રચારમાંથી ગાંધીનગર આવવા રવાનાઃ ૩.૩૦ વાગ્યે ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇ શ્રધ્ધાંજલી પાઠવશે access_time 3:21 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST

  • માનહાની કેસ : ભાજપ અગ્રણી કપિલ મિશ્રાએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની બિનશરતી માફી માંગી : ફરીથી એવું નહીં થાય તેવી ખાતરી આપ્યા પછી કેસ માંડવાળ કરાયો : 2017 ની સાલમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને 2 કરોડ રૂપિયાની લાંચ આપ્યાનો આક્ષેપ કર્યો હતો access_time 5:48 pm IST