Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

હથિયાર રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન પર છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૯: હથીયાર રાખવાના ગુનામાં સંડોવાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ‘‘ડી.સી.બી.'' પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીને બાતમી મળેલ કે રૈયાધાર પાણીના ટાંકા પાસે, શિવ પ્રોવિઝન સ્‍ટોર પાસે, રાજકોટના વિસ્‍તારમાંદ એક ઇસમ દેશી બનાવટની પિસ્‍તોલ ગેરકાયદેસર રીતે પોતાની પાસે રાખી જાહેરમાં ગુંડાગીરી કરતો હોય જેથી પોલીસ કર્મીએ હકીકત વાળી જગ્‍યાએ પહોંચી આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયાને અટકાવી અને જડતી લેતા તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્‍તોલ પ્રાણઘાતક હથીયાર મળી આવતાં આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા રહે-રૈયાધાર પાણીના ટાંકા પાસે, શિવ પ્રોવિઝન સ્‍ટોર પાસે, રાજકોટ વાળા વિરૂધ્‍ધ આર્મ્‍સ એકટની કલમ-રપ(૧-બી) એ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.

ત્‍યારબાદ આરોપીને નામદાર નીચેની કોર્ટમાં રજુ કરતાં આરોપીને જેલ હવાલે કરી દીધેલ. ત્‍યારબાદ સેશન્‍સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા તેમના વકીલશ્રીએ દલીલો કરેલ હતી જે દલીલોને ધ્‍યાને લઇ અને આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયાને શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કોર્ટે કરેલ છે.

ઉપરોકત આ કામમાં આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા વતી રાજકોટનાં ધારાશાષાી બાલાભાઇ એન. શેફાત્રા (મીર), કે. બી. વાલ્‍વા, વી. બી. જોશી રોકાયેલા હતા.

(4:02 pm IST)