Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રવિવારે યુનિવર્સિટીમાં ૭૫ કવિઓનો ૨૪ કલાક અખંડ કાવ્‍ય મહાકુંભ

દેશની આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત : ૩૧ જુલાઈએ સતત ૨૪ કલાકના અખંડ કાવ્‍ય મહાકુંભમાં કાવ્‍ય પાઠ ગાન - અનુષ્‍ઠાન : અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંધ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા-સાહિત્‍ય ભવન- સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્‍ય અકાદમીનું સંયુકત આયોજન : અખંડ કાવ્‍ય મહાકુંભમાં રામકથાના અનંત ગાયક મોરારિબાપુની ઉપસ્‍થિતિ : ૨૪ કલાક દરમ્‍યાન કવિઓની સાથે ઓડિયન્‍સ પણ બદલાતુ રહેશે

રાજકોટ : આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષીક મહાસંઘના ઉપક્રમે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે રવિવારે ૭૫ કવિઓનો ૨૪ કલાકનો અખંડ કાવ્‍ય મહાકુંભ યોજાયો છે. અકિલા કાર્યાલય ખાતે શૈક્ષીક મહાસંઘના મનોજ જોષી, ડો.અશ્વિની જોષી અને ડો. નિલય પંડયા છે.  (૩૭.૯)

રાજકોટ, તા. ૨૯ : દેશની આઝાદીનું ૭૫મું વર્ષ ચાલી રહ્યું છે ત્‍યારે દેશભરમાં તેની આઝાદી કા અમૃત મહોત્‍સવ તરીકે ઉજવણી થઇ રહી છે. દેશમાં અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્‍યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ અત્‍યાર સુધીમાં કયારેય ન યોજાયો હોય એવો કાર્યક્રમનું આયોજન કર્યુ છે. આઝાદીનું ૭૫મું વર્ષ છે તેથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૭૫ કવિઓની સળંગ ૨૪ કલાક અખંડ કાવ્‍ય મહાકુંભ યોજવામાં આવ્‍યો છે. ૩૧મી જુલાઇએ સાંજે ૭.૦૫ કલાકથી ૧ની ઓગષ્‍ટ સાંજે ૭.૦૫ સુધી અવિરત ૨૪ કલાક સુધી એક પણ બ્રેક લીધા વગર કવિઓ રચના રજૂ કરશે.

આઝાદી કા અમૃત મહોત્‍સવની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતી સાહીત્‍યમાં અત્‍યાર સુધીમાં કયારેય ન યોજાયો હોય એવો કાર્યક્રમ યોજવામાં આવશે. કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા- સાહિત્‍ય ભવન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્‍ય અકાદમીના રાષ્‍ટ્રહાર્દ સંગાથ આઝાદીના અમૃત મહોત્‍સવ અવસરે અખંડ કાવ્‍ય મહાકુંભનું આયોજન તા.૩૧મી જુલાઇ ૨૦૨૨ને રવિવારે સાંજે ૭.૦૫ કલાકથી તા. ૧ ઓગષ્‍ટ,૨૦૨૨ ને સોમવારે સાંજે ૭.૦૫ સુધી નિરંતર ચોવીસ કલાક કાવ્‍યપાઠ -ગાન -અનુષ્‍ઠાન આર્ટ ગેલેરી, આંકડાશાષા ભવન સભાગૃહ મુખ્‍ય ગ્રંથાલય સામે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાશે.

આ અખંડ કાવ્‍ય મહાકુંભ રામકથાના અનંત ગાયક મોરારીબાપુના સાનિધ્‍યમાં યોજાશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને ડો. ગિરીશ ભીમાણી તથા ઋષિકવિ રાજેન્‍દ્ર શુકલ  તથા મુખ્‍ય મહેમાન તરીકે પ્રો. પ્રજ્ઞેશભાઇ શાહ (ઉપાધ્‍યક્ષ, ઉચ્‍ચ શિક્ષા સંવર્ગ અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘ)અને મુખ્‍ય અતિથિ તરીકે ડો. પ્રદિપ ડવ (મેયર), ભાગ્‍યેશ ઝા (અધ્‍યક્ષ, ગુજરાત સાહિત્‍ય અકાદમી), ડો. જયેન્‍દ્રસિંહ જાદવ (મહામંત્રી, ગુજરાત સાહિત્‍ય અકાદમી) હાજર રહેશે.

આઝાદીનું ૭૫મું વર્ષ હોવાથી આયોજનન પણ એને ધ્‍યાને રાખી ૭૫ કવિઓ અને કાર્યક્રમની શરૂઆત પણ ૩૧મી જુલાઇના સા઼જે ૭.૦૫ કલાકે કરવામાં આવશે. જેથી ૭૫નો સંયોગ જળવાઇ રહે. અખંડ કાવ્‍ય મહાકુંભમાં ૭૫ કવિઓ-કવયિત્રીઓ તથા રંગમંચના કલાકારો, સ્‍વરકારો દ્વારા અવિરત ચોવીસ કલાક સુધી કાવ્‍યપાઠ -ગાન -વાચિક્રમના અનુષ્‍ઠાન થકી માં ભારતી-મા સરસ્‍વતીના શ્રી ચરણોમાં કાવ્‍યવંદના પ્રસ્‍તુત થશે. સળંગ ૨૪ કલાક ચાલનાર આ કાવ્‍ય મહાકુંભમાં કોઇપણ બ્રેક વગર દર કલાકે કવિઓ બદલાશે સાથે સામે બેઠેલી ઓડીયન્‍સ પણ બદલાશે.

કાર્યક્રમનું ઉદ્દઘાટન સત્ર સંચાલન પ્રણવ પંડયા દ્વારા કરવામાં આવશે. જયારે કાર્યક્રમ માટે સુરેશભાઈ ગોવિંદભાઈ વેકરીયા અને નીતિનભાઈ ગોવિંદભાઈ વેકરીયા (લીફટવેલ હાઈડ્રોલીક પ્રા. લી. રાજકોટ) બીપીનભાઈ હદવાણી (ગોપાલ સ્‍નેકસ - મેટોડા), બળવંતભાઈ દેસાઈ (વાયએમજીએ- રાજકોટ) તથા રમણીકભાઈ ઝાપડીયા (કલા તીર્થ - સુરત)નો વિશેષ સહયોગ મળ્‍યો છે.

આ અખંડ કાવ્‍ય મહાકુંભ કાર્યક્રમ માટે ડો.ભરત રામાનુજ (શિક્ષણ શાષા ભવન, મહામંત્રી અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ), ડો.મનોજ જોષી (નિયામક ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા - સાહિત્‍ય ભવન, પરિકલ્‍પના - સંયોજક અખંડ કાવ્‍ય મહાકુંભ), ડો. કમલ મહેતા (અંગ્રેજી ભવન, પ્રમુખ - અખિલ ભારતીય રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ), સહિતના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના અલગ - અલગ ભવનના અધ્‍યક્ષશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ અને ભવનના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમને સફળ બનાવવા ઓડીયન્‍સ સમિતિ - ડો.શૈલેષ રાણસરીયા, ડો.સંજય તેરૈયા, ડો.સંજય પંડયા, ડો.સંદિપ ઘેટીયા, ડો.નીમીશ વીરમગામ, શ્રી ગોસાઈ, ડો.કેતન પંડયા, કરણ ધોલેરા, ભોજન સમિતિ ડો.મનોજ જોષી, ડો.અશ્વિની જોષી, પ્રતિક વસાવડા, ભોજન અને નિવાસ સમિતિ ડો.રાજુભાઈ દવે, ડો.રાજેન્‍દ્ર સેજલીયા, ડો.નિકેશ શાહ, ડો.ભરત ખેર, ડો.શ્રદ્ધાબેન બારોટ, નાસ્‍તા સમિતિ ડો. જયેન્‍દ્ર જારસાણીયા, ડો.મનીષ શાહ, ડો.હરિકૃષ્‍ણ પરીખ, ભરત મોરી, પ્રો. ગોવિંદભાઈ પોંકીયા, ડો.પુરૂષોત્તમ ઉંધાડ, કોષ સમિતિ ડો.શૈલેષ રાણસરીયા, ડો.અશ્વિન સોલંકી, ટ્રાન્‍સપોર્ટેશન સમિતિ એ.બી. પટેલ, ડો.સુરેશ પરડવા, પ્રસાર પ્રચાર સમિતિ ડો.યશવંત ગોસ્‍વામી, ડો.જીતેન્‍દ્ર રાદડીયા, ડો.નિલય પંડયા, ઓડીયો - વિડીયો સમિતિ ડો.મહેશ જીવાણી, ડો.મનોજ જોષી, ડો.સનથભાઈ ત્રિવેદી, જયેશ રાષ્‍ટ્રકૃત સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:38 pm IST)