Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કેરલામાં અપર્યાપ્ત ફ્યુઅલ રાખવા માટે મળ્યુ ટ્રાફિક ચલાન

કોચી, તા.૨૯: ટૂ-વ્હીલર ચાલકોને સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા કે પછી ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા બદલ ચાલાન મળતાં હોય છે પરંતુ કેરલામાં એક વ્યકિતને મોટરસાઇકલમાં અપૂરતા ફ્યુઅલ માટે દંડ કરવામાં આવ્યો હતો. જેને દંડ ફટકારવામાં આવ્યો હતો એ માણસની ઓળખ બાસીલ શ્યામ તરીકે કરવામાં આવી હતી.

શ્યામે તેના ફેસબુક પેજ પર કેરલાની ટ્રાફિક-પોલીસે ફટકારેલા દંડની રસીદ પોસ્ટ કરી છે, જે હવે ઑનલાઇન વાઇરલ થઈ રહી છે તથા એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. શ્યામ રૉયલ એન્ફીલ્ડ મોટરસાઇકલ પર જઈ રહ્યો હતો જ્યારે ટ્રાફિક-પોલીસે તેને ૨૫૦ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો.

શ્યામનું કહેવું હતું કે તે ઑફિસ જઈ રહ્યો હતો એ સમયે ટ્રાફિક-પોલીસે તેને રોકીને વન-વે સ્ટ્રીટમાં ઊલટી દિશામાં વાહન હંકારવા બદલ દંડ કર્યો હતો.

બાસીલ શ્યામે કહ્યું હતું કે વન-વેમાં ઊલટી દિશામાં વાહન હંકારવા માટે તેને દંડ કરવામાં આવ્યો હતો, જે તેણે ચૂકવી દીધો હતો. પરંતુ ઑફિસ પહોંચ્યા પછી તેણે રસીદ જોતાં એમાં પૂરતા ફ્યુઅલ વિના વાહન ચલાવવા બદલ તેને દંડ કરવામાં આવ્યો હતો.

(5:05 pm IST)