Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજકોટ મંડપ કોન્ટ્રાકટર એસો.ના પ્રમુખપદે સુરજ મંડપવાળા જીતુભાઇ પટેલની વરણી

ચેરમેનપદે દીપકભાઇ પટેલઃ આગામી ૪ ઓગષ્ટે જનરલ બેઠક મળશે

રાજકોટ તા. ૨૯ : રાજકોટ શહેરમાં મંડપ સર્વિસને લગતા વેપારી મિત્રોનું સંગઠન 'રાજકોટ મંડપ કોન્ટ્રાકટર એસોસીએશન'ની કારોબારી મીટીંગ તાજેતરમાં હોટલ ઇમ્પીરીયલ ખાતે મળી હતી.

જેમાં સર્વાનુમતે નવા હોદેદારોની વરણી કરવામાં આવતા ચેરમેન તરીકે દીપકભાઇ પટેલ (ગણેશ મંડપ સર્વીસ), પ્રમુખ તરીકે જીતુભાઇ પટેલ (સુરજ મંડપ), ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઇ દેસાઇ (ઉમિયાજી મંડપ) અને અશોકભાઇ લુણાગરીયા (ખોડલ મંડપ), મંત્રી તરીકે ચેતનભાઇ ગણાત્રા (જય અંબે મંડપ) તેમજ સહમંત્રી તરીકે દેવાંગભાઇ કોટેચા (જગદીશ મંડપ) ની વરણી કરવામાં આવી હતી.

નવનિયુકત પ્રમુખ જીતુભાઇ પટેલ અને તેમની ટીમે આગામી સમયમાં વ્યવસ્થાને લગતા પ્રશ્નો તેમજ સંગઠન મજબુત બનાવવા ઉપર ભાર મુકયો હતો. જનરલ મીટીંગ આગામી તા. ૪ ના સાંજે પ.૩૦ વાગ્યે પૂ. રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ, આનંદનગર મેઇન રોડ, જલજીત હોલની સામે રાખવામાં આવેલ હોવાની આ તકે જાહેરાત કરી હતી.

(4:04 pm IST)