Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રેલ્વે મુસાફરોની સુવિધા વધી : રાજકોટમાં બેડશીટસ-ચાદર ધોઇ ઇસ્ત્રી કરતી મિકેનાઇઝડ લોન્ડ્રી શરૃ

રાજકોટ, ૨૯ : ટ્રેનોમાં લિનન સેવાઓ ફરી શરૃ થવા સાથે, પશ્ચિમ રેલ્વે તેના માનનીય ગ્રાહકોને સ્વચ્છ લિનન અને બેડ રોલ પ્રદાન કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દિશામાં પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર (ઈન-ચાર્જ) શ્રી પ્રકાશ બુટાની, એ ૨૮મી જુલાઈ, ૨૦૨૨ના રોજ પિ?મ રેલવે ના હેડકવાર્ટર, ચર્ચગેટથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટ ખાતે નવી સ્થપાયેલી મિકેનાઇઝડ લોન્ડ્રીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોન્ડ્રી ચાલુ થવાથી, લિનનને આધુનિક રીતે ધોવામાં આવશે અને મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાની લિનન આપવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું કે રાજકોટમાં મિકેનાઇઝડ લોન્ડ્રી ગ્બ્બ્વ્ (બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર) મોડલ હેઠળ શરૃ કરવામાં આવી છે, જે મેસર્સ થારુ એન્ડ સન્સને ૧૦ વર્ષના સમયગાળા માટે આપવામાં આવી છે. લોન્ડ્રી સેવાઓમાં રાજકોટ સ્થિત ટ્રેનોના એસી કોચમાં લિનન ધોવા, ઇસ્ત્રી, પેકેજિંગ, પરિવહન અને તેનું વિતરણ શામેલ હશે. આ મિકેનાઇઝડ લોન્ડ્રીમાં લિનન ધોવાની ક્ષમતા ૨ ટન પ્રતિ દિવસ  છે. એક શિફ્ટ માં આઉટપુટ  ૧ ટન હશે. લોન્ડ્રીમાં ૧૨૦ કિગ્રા પ્રતિ રાઉન્ડની ક્ષમતાવાળા બે વોશિંગ એકસટ્રેકટર, એક ડ્રાય કિલનિંગ મશીન (૧૦ કિગ્રા પ્રતિ રાઉન્ડની ક્ષમતા), બે ટમ્બલર ડ્રાયર (રાઉન્ડ દીઠ ૧૨૦ કિગ્રા ક્ષમતા), બે ફ્લેટ ઇસ્ત્રી મશીન (ક્ષમતા- ૨૬૦ બેડશીટ્સ પ્રતિ કલાક) છે.  ધોલાઈ ની ગુણવત્તા જાળવવા માટે મિકેનાઇઝડ લોન્ડ્રીમાં આરઓ અને વોટર સોફ્ટનર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અવશેષ પાણીને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી સંતોષ કુમાર મિશ્રા અને પશ્ચિમ રેલવેના વિવિધ ડિવિઝનના ના ડીઆરએમ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 pm IST)