Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગ્રેટર ચેમ્‍બરની નવી ટીમ શુભેચ્‍છા મુલાકાતે

રાજકોટ : ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના હાલનાં સર્વાનુમતે વરણી પામેલ હોદેદારો પ્રમુખ સી.એ. રાજીવભાઇ દોશી, મંત્રી ઉપેનભાઇ મોદી, ચેરમેન ધનસુખભાઇ વોરા, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ બાંભોલીયા, રમેશભાઇ ઝાલાવાડીયા, સહમંત્રી સુનીલભાઇ ચોલેરા, સ્‍પે. કમિશ્નર ઓફપોલીસ ખુર્શીદ એહમદની શુભેચ્‍છા મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રાજકોટ માટે જરૂરી પ્રશ્નોની ચર્ચા પણ કરી હતી. જેમ કે સોની બજારના વેપારીઓને ત્‍યા બંગાળી અને નેપાળી કારીગરો દ્વારા સોનુ હડપી ભાગી જવાના બનાવો વધુ બનવા લાગ્‍યા છે ત્‍યારે આ અંગે જરુરી તમામ પગલા અને કડકાઇથી અમલ કરવા રજુઆત કરવામાં  પણ આવેલ. આ માટે સ્‍પે. પોલીસ કમિશ્નર ખુર્શીદ એહમદે પણ ખાત્રી ઉચ્‍ચારી હતી. 

(3:53 pm IST)