Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શહેરમાં ગઇકાલે કોરોના ૩૩ કેસઃ ૩૧ સાજા થયા

હાલ ૨૩૨ દર્દીઓ સારવારમાં: કુલ કેસનો આંક ૬૪,૪૦૧એ પહોંચ્‍યો

રાજકોટ તા. ૨૮: સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે ૩૩ જયારે ૩૧ દર્દી સાજા થયા હતા. હાલ ૨૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ શહેરમાં ગઇકાલે  ૩૩ કોરોના કેસ નોંધાયા છે. જેમાં ગીતાનગર, હાપલીયા પાર્ક, મવડી, જલારામ, લક્ષ્મી સોસાયટી, નાડોદા નગર, કેવડાવાડી, નવયુગપરા, રાજીવનગર, હનુમાન મઢી,   સહિતના વિસ્‍તારમાં ૨૦ પુરૂષો તથા ૧૩ મહિલાઓ સંક્રમિત થતા મહાનગરપાલીકાના આરોગ્‍ય ટીમે દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્‍ટ કરવા તજવીજ કરી હતી.
આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૪૦૧ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૩,૬૭૦ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૬૩૪ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૦૨ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૮,૯૧,૬૪૧ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૪૦૧ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૬ ટકાએ પહોંચ્‍યો છે.(૨૮.૧)

 

(5:02 pm IST)