Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

૩ ઓગષ્‍ટ સુધી મુખ્‍યત્‍વે મેઘરાજાનો વિરામ

સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં કયારેક છૂટાછવાયા ઝાપટા - હળવો વરસી જાય, તો ગુજરાત રીજનમાં અમુક દિવસે ઝાપટાથી માંડી હળવો - મધ્‍યમ વરસાદ પડી જાય : આગોતરૂ એંધાણ તા. ૪ થી ૧૦ ઓગષ્‍ટ દરમિયાન ફરી ચોમાસુ માહોલ જામશે : અશોકભાઈ પટેલ

રાજકોટ : રાજયભરમાં વરસાદનો સારો એવો રાઉન્‍ડ પૂર્ણ થયો છે. ચોમાસુધરી તેની નોર્મલ પોઝીશનથી ઉત્તર તરફ આજથી જાય છે. તેથી હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યુ છે કે તા.૨૮ જુલાઈથી ૩ ઓગષ્‍ટ દરમિયાન સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં છૂટાછાવાયા ઝાપટા, હળવો વરસાદ, આગાહી સમયના થોડા દિવસ વરસી જાય. જયારે ગુજરાત રીજનમાં આગાહી સમયના અમુક દિવસે ઝાપટા, હળવો મધ્‍યમ વરસી જાય. આમ હાલ ૩ ઓગષ્‍ટ સુધી મેઘરાજા વિરામ લેશે.
દરમિયાન આ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે ગત આપેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ૧૪૮ મી.મી., કચ્‍છ ૫૯ મી.મી., મધ્‍ય ગુજરાત ૮૦ મી.મી., દક્ષિણ ગુજરાત ૯૭ મી.મી. અને સૌરાષ્‍ટ્રમાં ૨૪ મી.મી. પાણી પડયુ હતું. જયારે ઓવરઓલ સમગ્ર ગુજરાતમાં અત્‍યાર સુધીમાં સીઝનનો ૬૯.૭૫% વરસાદ પડી ચૂકયો છે. તેમાં દક્ષિણ ગુજરાત ૮૨%, સૌરાષ્‍ટ્ર ૬૨%, ઉત્તર ગુજરાત ૫૬.૫% અને મધ્‍ય ગુજરાતમાં ૬૧% થયો છે.

 

(3:53 pm IST)