Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જુના મોરબી રોડ પર ગોડાઉનમાં રૂા.૩૯ હજારની ચોરી કરનારા સાહિલ અને રવી પકડાયા

બી-ડીવીઝન પોલીસ મથકના હેડકોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ.ભાનુશંકરભાઇ તથા પંકજભાઇની બાતમીઃ રૂા.૩૯,૬૦૦ નો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૯: જુના મોરબી રોડ પર બારદાન ગલીમાં દયાલ મીલની પાછળ આવેલા ગોડાઉનમાં છતના પતરા તોડી રૂા.૩૯,૬૦૦ ની માલમતાની ચોરી કરનારા બે શખ્‍સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જુનો મોરબી રોડ બારદાન ગલી દયાલ મીલ પાછળ આવેલા ગોડાઉનમાં તસ્‍કરોએ છતના પતરા તોડી તેમાથી વોટરપેપર તથા સ્‍પ્રેના બોક્ષ મળી રૂા.૩૯,૬૦૦ની માલમતા ચોરી ગયાની મુફદલ અસ્‍ગરભાઇ સોસન(રહે. પારેવડી ચોક) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પી.આઇ. એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. કે.ડી. મારૂ સહિતે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તપાસ હાથધરી હતી. દરમ્‍યાન હેડકોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા, કોન્‍સ.ભાનુશંકરભાઇ ધાંધલા અને પંકજભાઇ માળીને બાતમી મળતા સાહિલ સબીરભાઇ(ઉ.વ.૨૧) (રહે.ભગવતીપરા શેરી નં.૭) અને રવીભુપતભાઇ માયાણી (ઉ.વ.૨૫) (રહે.રૂખડીયાપરા સેન્‍ટ્રલ જેલ પાછળ શેરી નં.૭) ને પકડી લઇ રૂા.૩૯,૬૦૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કામગીરી પી.આઇ. ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એમ. જાડેજા, કે.ડી. મારૂ, હેડ કોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા, રાજેશભાઇ વાળા, કોન્‍સ.જયદિપસિંહ બોરાણા, ભાનુશંકરભાઇ ધાંધલા, પંકજભાઇ માળી, રાજદિપભાઇ પટગીર, પોપટભાઇ ગમારા, જગદિશભાઇ વાંક, વિશ્વજીતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(4:39 pm IST)