Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મયુર પાર્કમાં પતિના વિયોગમાં મહિલાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ પર સાઇબાબા સર્કલ પાસે મયુર પાર્ક-૧માં રહેતાં દખુકુંવર બજરંગસિંગ રાઠોડ (ઉ.વ.૫૫) નામના મહિલાએ સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર મુળ રાજસ્‍થાનના વતની હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિના વિયોગમાં પગલુ ભર્યાનું જણાવાયું હતું.

(4:38 pm IST)