Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સજા અને નેગોશીએબલ એક્‍ટના સજાના વોરન્‍ટમાં ફરાર બે પકડાયા

મહેશ માધુને ગાંધીગ્રામ પોલીસે, ભક્‍તિનગર પોલીસે સલિમ ફુલાણીને પકડયોઃ શબ્‍બીરભાઇ, દિલીપભાઇ સહિતની બાતમી

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા મહેશ મનોજભાઇ માધુ (ઉ.૪૯) વિરૂધ્‍ધ ચીફ જ્‍યુ.મેજીસ્‍ટ્રેટ ડી.આર. ગજુવાલાની કોર્ટના ફોજદારી કેસનું સજાનું વોરન્‍ટ નીકળ્‍યું હોઇ તે ફરાર રહેતો હોઇ ગાંધીગ્રામના હેડકોન્‍સ. શબ્‍બીરભાઇ મલકે, કોન્‍સ. મનિષભાઇની બાતમી પરથી તેને પીઆઇ બી. ટી. અકબરી, પીઆઇ બી. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ ધર્મેન્‍દ્રસિંહ રાણા, અમીતભાઇ, રઘુવીરસિંહ, શક્‍તિસિંહ, રોહિતભાઇ સહિતે પકડી લીધો હતો.

જ્‍યારે દેવપરા નિલકંઠ પાર્ક પાછળ ગ્રીન પાર્ક-૨માં રહેતાં સલીમ કાસમભાઇ ફુલાણી વિરૂધ્‍ધ ફોજદારી કેસના નેગોસીએબલ એક્‍ટના ગુનામાં સજાનું વોરન્‍ટ નીકળવા છતાં તે નાસતો ફરતો હોઇ તેને ભક્‍તિનગરના હેડકોનસ. દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. વસંતભાઇ, હેડકોન્‍સ. વિજયભાઇની બાતમી પરથી પીઆઇ એમ. એમ. સરવૈયાની રાહબરીમાં પકડી લેવાયો હતો

(4:19 pm IST)