Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મહિલાઓને મુંજવતા પ્રશ્‍નો અંગે જાગૃતિ કાર્યક્રમ

રાજકોટઃ પગભરની ટીમ દ્વારા મહિલા જાગૃતિ કાર્યક્રમમાં ર૦ થી વધુ તાલીમાર્થી મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં માસિકસ્ત્રાવ દરમિયાન ધ્‍યાનમાં રાખવામાં આવતી બાબતો, માસિક દરમિયાન સ્‍વચ્‍છતા અનેસ્ત્રીઓને થતી સમસ્‍યાઓ અને રોગો વિષે માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થી બહેનો દ્વારા માસિક દરમ્‍યાન સમસ્‍યા જેવી કે ઇન્‍ફેકશન, રેસીસ, જવાળ, બળતરા વગેરેને લગતા પ્રશ્‍નોતરી કરવામાં આવી અને પગભરના શ્રાધ્‍ધાબેન પંડયા એ તેઓને મુંઝવતા પ્રશ્‍નોના જવાબ આપવામાં આવ્‍યા અને માસિક દરમ્‍યાન કયા કારણસર, રેસીસ, ખંજવાળ બળતરા થાય છે તેનું કારણ પ્‍લાસ્‍ટિક સીટ પેડ્‍સ છે તેવું જ્ઞાન તમામ તાલીમાર્થી બહેનોને આપવામાં આવ્‍યું. દિપ્‍તીબેનનો સહયોગ મળેલ. આ પ્રકારના સેમીનાર કરાવવામાં ટીમ પગભરનો મો. ૯૯૦૯૪ ૮૭૮૮૭ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)