Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન દ્વારા ‘એટયુડ' શીર્ષકથી ગાયન સ્‍પધા

રાજકોટ,તા. ૨૯: દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયન દ્વારા ઓલ ઇન્‍ડિયા સિંગીગ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે.

ઓલ ઇન્‍ડિયા પ્રેસિડેન્‍ટ અજિત મ્‍હામુનકરની ઘોષણા મુજબ દાદા સાહેબ ફાળકે ચિત્રપટ યુનિયત દ્વારા ઓલ ઇન્‍ડિયા સિંગીગ કોમ્‍પિટીશનનું આયોજન કરવામાં આવ્‍યુ છે. ગાયનક્ષેત્રે પોતાનું નામ રોશન કરવા માંગતા ગાયકો માટે આ એક ગોલ્‍ડન ચાન્‍સ છે. ગુજરાતનાં કલાકારો માટે પણ આ એક સારો અવસર છે.

‘એટયુડ'ના નામથી ગાયન પ્રતિયોગીતાનું ગ્રાન્‍ડ ફાઇનલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થશે. જેમાં સિંગીગ ક્ષેત્ર નામના મેળવવા ઇચ્‍છતા ગાયકો પોતાના સૂરીલા કંઠની અને પોતાની કલાને રજૂ કરવા એકત્રિત થશે.

ભારતના સુપ્રસિધ્‍ધ રામપુર સહસવાન ધરાનાના ઉત્તરાધિકારી એવા ઉસ્‍તાદ મકબૂલ હુશેનખાન અને જીશાનખાનની જજ તરીકેની પેનલ સેવા આપશે.

દરેક નાનામાં નાના ગામથી લઇ તાલુકા જિલ્લા શહેર કે રાજ્‍યમાંથી વધુમાં વધુ લોકો પાર્ટિસિપેટ કરે અને પોતાનો અવાજ દૂન્‍યા સુધી પહોંચાડે, તે માટે દાદા સાહેબ ફાળકે ચીત્રપટ યુનિયન અને ઓલ ઇન્‍ડિયા પ્રેસિડેન્‍ટ અજિત મ્‍હામુનકરનો સહયોગ રહેશે.

ડીએસપીસી યુનિયનની પેનલ ઓલ ઇન્‍ડિયા પ્રેસિડેન્‍ટ શ્રી અજિત મહામુનકર, ડો.દિપક, ગુજરાત પ્રેસિડેન્‍ટ ઋષિરાજસિંહ જાડેજા, રેવંતભાઇ ગજ્જર, સિધ્‍ધાર્થ નિરંભાવણે, કોકર્ણા ઘોષ, અફજલભાઇ મહેતરના સહયોગથી ઓલ ઇન્‍ડિયા ‘એટયુટ' સિંગીગ કોમ્‍પિટિશન ઓલ ફાઇનલ મુંબઇમાં અને ગ્રાન્‍ડ ફાઇનલ ગુજરાતમાં ગાંધીનગરમાં થશે.

આ એટયુટ સિંગીગ કોમ્‍પિટિશનનું ભારતના દરેક રાજ્‍યમાં ઓડિશન થશે. જેમાં દાદા સાહેબ ફાળકેના ઓલ ઇન્‍ડિયાના ૮૫૦થી પણ વધુ કાર્યકર્તાઓનો સહયોગ રહેશે.

રજીસ્‍ટ્રેશન માટે દાદા સાહેબ ફાળકેની વેબસાઇટ પરથી થશે. વધુ માહિતી માટે યુનિયનની વેબસાઇટ તથા હેલ્‍પલાઇન પર ૮૧૦૮૧ ૪૮૮૮૯, ૭૦૪૬૬ ૨૪૯૦૭, ૭૦૨૧૬ ૯૨૩૯૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:53 pm IST)