Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે મહિલા જાગૃકતા કાર્યક્રમ યોજાયો

ડીસીપી પૂજા યાદવ, એસીપી જે. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ આઇ. એન. સાવલીયાનું આયોજનઃ શી ટીમ, ૧૮૧ અભીયમ ટીમોના કર્મચારીઓએ મહિલાઓને વિસ્‍તૃત સમજ આપી

રાજકોટઃ મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની જાગૃતિ માટે તેમજ મહિલાઓ પર થતાં અત્‍યાચારોને રોકવા પીડીત મહિલાઓને એનજીઓ, મહિલા શી ટીમ, ૧૮૧ અભીયમ વિશે જાણકારી આપવા તથા મહિલા સુરક્ષા અને સશક્‍તિકરણ માટે મહિલાઓમાં જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલાઓને લગતા પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા પ્રયત્‍ ન કરાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પૂજા યાદવ, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ આઇ. એન. સાવલીયા અને ટીમે માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે શી ટીમના એએસઆઇ સ્‍મીતાબેન, કોન્‍સ. જાગૃતિબેન, પૂજાબેન, મુક્‍તાબેન, પાયલબેન, બંસીબેન, પ્રિયંકાબા, સોનબલેન, ૧૮૧ના વૈશાલીબેન, રાધીકાબેન, બીસરકારી સભ્‍યો ગોપાલભાઇ, ભાવનાબેન જોષીપુરા, શાહનવાઝ સિદ્દીકી, ભુપતભાઇ, મનુભાઇ, દિનેશભાઇ, નારણભાઇ ચંદ્રસિંહ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:46 pm IST)