Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પુજા હોબી સેન્‍ટર અને પોદાર જમ્‍બો કીડસ દ્વારા રવિવારે વાર્ષિકોત્‍સવ-સન્‍માનોત્‍સવ

રાજકોટ તા. ૨૯ : પુજા હોબી સેન્‍ટર અને પોદાર જમ્‍બો દ્વારા તા. ૩૧ ના ૩૩ મો વાર્ષિકોત્‍સવ ઉજવાશે. જેમાં બેસ્‍ટ દાદા-દાદી અને મમ્‍મીનું સન્‍માન તેમજ એકરંગ સંસ્‍થાની દિવ્‍યાંગ દીકરીઓનું સન્‍માન કરાશે. સાથો સાથ નેશનલ અને ઇન્‍ટરનેશનલ લેવલે સ્‍કેટીંગ, ડાન્‍સીંગ, જીમ્‍નાસ્‍ટીકમાં ગોલ્‍ડ મેળવનારા બાળકોનું સન્‍માન કરાશે.

ર વર્ષથી ૧૪ વર્ષ સુધીના ૪૦૦ જેટલા બાળકો દ્વારા આરતી, ફેન્‍સી ડ્રેસ, મોડેલીંગ, વંદેમાતરમ, જાદુ, રીટ્રો રીવાઇન્‍ડ, આઇ લવ ડેડી જેવી વિવિધ ૨૪ કૃતિઓ રજુ થશે. આ દરમિયાન નેશનલ ટીવી પર નચલે દીવાનેમાં પુજા હોબી સેન્‍ટરના સીલેકટ થયેલ ૨૨ બાળકોને સન્‍માનીત કરાશે.

સમગ્ર કાર્યક્રમના સ્‍પોન્‍સર બાન લેબ્‍સના મૌલિકભાઇ ઉકાણી છે. ઉપરાંત ડીએસએન એગ્રી બ્રોકર્સ અઢીયા પરિવારના શ્રીમતી રશ્‍મિબેન અઢીયા, કલ્‍યાણ જવેલર્સના દીપકભાઇ રાજાણી, હાઉઝેટ સ્‍પોર્ટસના સંદીપભાઇ ગાંધી સહયોગી બન્‍યા છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કમીટી મેમ્‍બરો દીપુબેન, સોનલબેન, મીનાબેન, કિંજલબેન, કાજલબેન, દીયાબેન, આકાંક્ષાબેન, મહેકબેન, ડો. પુજા રાઠોડ, સીમરનબેન, વિધિબેન, ધારાબેન, ધ્‍વનીબેન, મહિરાબેન, આસ્‍થાબેન, ભાવનાબેન, અલ્‍પાબેન, નમ્રતાબેન, નકુલ રાઠોડ, સુમિતભાઇ મિતભાઇ, અજયભાઇ, તેમજ સંચાલિકા શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 pm IST)