Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મતદાનના દિવસે મતદાન મથકમાં મતદાન ના કરી શકનારા આવશ્‍યક સેવા કર્મી ‘‘પોસ્‍ટલ બેલેટ''થી કરી શકશે મતદાન

આવશ્‍યક સેવાકર્મીઓને મતદાન કરવા પોસ્‍ટલ બેલેટની સુવિધા : દૂરદર્શન, ઓલ ઇન્‍ડિયા રેડિયો, વીજ, બી.એસ.એન.એલ, રેલવે, આરોગ્‍ય વિભાગ, ઉડ્ડયન, પરિવહન વિભાગના કર્મીઓનો આવશ્‍યક સેવા કર્મીઓમાં સમાવેશ

રાજકોટ તા.૨૯ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે તા.૧૯.૩૨૪ના જાહેરનામાથી વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઓલ ઈન્‍ડિયા રેડિયો, ગુજરાતના આરોગ્‍ય વિભાગ, ઉડ્ડયન, ગુજરાત રાજય પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ, અગ્નિશમન સેવાઓ, ચૂંટણીના દિવસે કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા અધિકૃત કરવામાં આવેલા જેમાં ભારતીય ઇલેકશન કમિટિ દ્વારા માન્‍ય કરાયેલ પત્રકારો, એક્રીડેશન કાર્ડવાળા પત્રકારો તથા પત્રકાર ક્ષેત્રે સતત ફરજ ઉપર રહેતા મીડિયાકર્મીઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્‍બ્‍યુલન્‍સ સેવાઓને આવશ્‍યક સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે.ᅠ

આવશ્‍યક સેવા શ્રેણીમાં સમાવિષ્ટ આ મતદારો પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરવા માટે પાત્ર બનશે. પોસ્‍ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્‍છતા ગેરહાજર મતદારે તમામ જરૂરી વિગતો આપીને ફોર્મ-૧૨ ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે.

એસેનસિઅલᅠ સર્વિસ વોટર્સ કે જે ફરજના લીધે મતદાનના દિવસે તેના મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નથી તે પોસ્‍ટલ બેલેટનું ફોર્મ નં .૧૨ ડી ભરીને પોસ્‍ટલ બેલેટથી મતદાન કરી શકશે. મતદાર પોતાનાᅠ મતદાનનો ઉપયોગ કરી શકશે. જેથીᅠ મતદારો મતદાનથી વંચિત ના રહે. તથા પોસ્‍ટલ બેલેટથી અગાઉ જ મતદાન કરી શકે. ઇમરજન્‍સી અને એસેનસિઅલᅠ સર્વિસ વોટર્સને પોસ્‍ટલ બેલટથી મતદાન કરાવવા સમય મર્યાદામાં ફોર્મ નં .૧૨ ડી ભરાવવામાં આવે છે.

(3:50 pm IST)