Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કાલે નૃગેન્‍દ્રપ્રસાદજી હાથીની અંબાડી પર સવાર થશે

પ૦મો જન્‍મોત્‍સવ રાજકોટમાં ઉજવાશે ભવ્‍ય શોભાયાત્રા

રાજકોટ તા.૨૯: શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ રાજકોટ શાખા તથા શ્રી સ્‍વામિનારાયણ ગાદી ટ્રસ્‍ટ વડતાલ દ્વારા ભવ્‍ય શ્રી સ્‍વામિનારાયણ મહોત્‍સવ તેમજ પરમ પૂજ્‍ય શ્રી લાલજી મહારાજ ૫૦મો સુવર્ણ જયંતિ મહોત્‍સવ નું રાજકોટ શહેરના શાષાી મેદાન ખાતે રંગે ચંગે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

આ મહોત્‍સવ અંતર્ગત ૨૬ ને સાંજે  ભવ્‍ય પોથીયાત્રા નીકળી હતી જે પોથયાત્રા રાજકોટના રાજમાર્ગો પર ફરી શાષાી મેદાન ખાતે પહોંચેલ હતી આ પોથીયાત્રાની અંદર વડતાલ થી પરમ પૂજ્‍ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્‍યેન્‍દ્ર પ્રસાદજી મહારાજ પધારી અને દર્શનનો લાભ આપ્‍યો હતો વક્‍તા પૂજ્‍ય ઘનશ્‍યામ વલ્લભદાસજી સ્‍વામી એ કથા નું રસપાન કરાવતા જણાવ્‍યું હતું કે કથા કથાના માધ્‍યમથી ભગવાનમાં જોડાવાનો સાક્ષાત્‍કાર થાય છે અને આવા મહોત્‍સવ થી ભવનો બેડો પાર થાય છે. આ મહોત્‍સવ અંતર્ગત શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયના ભાવી આચાર્યશ્રી નળગેન્‍દ્રપ્રસાદજી મહારાજ શ્રી ના ૫૦ માં સુવર્ણ જયંતી મહોત્‍સવ ની ઉજવણી ભવ્‍યથી ભવ્‍ય રીતે તારીખ ૩૦-૩-૨૦૨૪ શનિવારના રોજ ઉજવાસે અને આવતીકાલે બપોરે ૩.૩૦ ભવ્‍ય શોભાયાત્રા નીકળશે કોઠારીયા નાકા પેલેસ રોડ ઉપરથી નીકળી પેલેસ રોડ થઈ કેનાલ રોડ થઈ ભૂતખાના ચોક થઈ ગોંડલ રોડ થઈ માલવિયા ચોક થાય શાષાી મેદાન અને પૂર્ણ થશે આ શોભાયાત્રામાં ભવ્‍ય બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રામાં હાથીની અંબાડીએ બેસાડવામાં આવશે તેમજ ઘોડા, ઊંટગાડી, ઘોડાગાડી બગી, ડીજે સહિત અંદાજે ૨૦,૦૦૦ થી પણ વધારે હરિભક્‍તો જોડાશે. આ મહોત્‍સવના પ્રારંભમાં જ ૭૦૦૦થી પણ હરિભક્‍તો ઉમટી પડ્‍યા હતા આ મહોત્‍સવ ની અંદર ગુજરાત સહિત દેશભરમાંથી હરિભક્‍તો આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે આ સમગ્ર મહોત્‍સવનું લાઈવ પ્રસારણ શિક્ષા ટીવી ચેનલના માધ્‍યમથી વિશ્વના ૫૨ દેશોમાં થઈ રહ્યું છે.

(3:39 pm IST)