Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે રાજકોટમાં પ્રબુધ્‍ધ નાગરિક માટે ‘ભારત ભાગ્‍ય વિધાતા' પર સંવાદ કરશે

રાષ્‍ટ્રીય એકતા મંચ દ્વારા પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે કાર્યક્રમ

રાજકોટ તા. ર૯: મોદી સરકાર દ્વારા દેશની વિદેશ નીતિને અપાયેલી એક નવી ઓળખમાં શિલ્‍પી જેવી ભૂમિકા ભજવનાર પૂર્વ વિદેશ સચિવ અને વર્તમાન વિદેશ રાજયમંત્રી ડો. સુબ્રહ્મણ્‍યમ જયશંકર આગામી તા. રર એપ્રિલના રાજકોટના મહેમાન બની રહ્યા છે અને પ્રબુધ્‍ધ નાગરિકો સાથે તેઓ ‘ભારત ભાગ્‍ય વિધાતા' પર સંવાદ કરશે. રાષ્‍ટ્રીય એકતા મંચ રાજકોટ મારફત આ કાર્યક્રમનું આયોજન થયું છે.

તા. ર એપ્રિલના મંગળવારે સવારે ૯-૩૦ કલાકે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમની જે થીમ છે તે ‘ભારત ભાગ્‍ય વિધાતા' ર૦રર માં મોદી સરકાર દ્વારા દેશના વિવિધ સંસ્‍કૃતિઓ અને વૈવિધ્‍યતાભરી ઓળખ છે તેને એક છત્ર હેઠળ લાવવા અને દેશ-વિદેશના લોકોને આ સંસ્‍કૃતિ અંગે માહિતગાર કરવા અને તે રીતે વસુધેવ કુટુંબ કમના ભારતનો જે વૈશ્‍વિક મંત્ર છે તેને ગુંજતો કરવા આ એક આયોજન દેશના અલગ-અલગ ભાગોમાં થઇ રહ્યું છે અને વિદેશ મંત્રી એસ. જયશંકર તેમાં રાજકોટના પ્રબુધ્‍ધ નાગરિકો સાથે સંવાદ કરશે.

ગુજરાતમાંથી રાજયસભામાં ચૂંટાયેલા એસ. જયશંકરની દેશ-વિદેશમાં એક ડીપ્‍લોમેન્‍ટ તરીકેની ખાસ ઓળખ બની છે. દેશના બીજા કેરીયર ડીપ્‍લોમેન્‍ટ કે જે વિદેશમંત્રી બન્‍યા છે તે બહુમાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ શ્રી એસ. જયંશકરને આપ્‍યું છે. ૧૯૭૭માં ઇન્‍ડીયન ફોરેન સર્વિસ (આઇએફએસ) માં પ્રવેશ લીધા બાદ તેઓએ પોતાની રાજદ્વારી કુનેહથી અનેક મિશનોમાં કામ કર્યું છે. ખાસ કરીને તેઓ ચીન અને અમેરિકા ખાતે ભારતના રાજદૂત તરીકેની કરેલી કામગીરી પ્રશંસનીય રહી છે અને અમેરિકા સાથેની શાંતિના હેતુ માટેની અણુ સમજૂતીમાં પણ તેમની મોટી ભૂમિકા રહી છે. જયારે મોદી સરકારમાં વિદેશ મંત્રી બન્‍યા બાદ ભારતની જે સ્‍વતંત્ર વિદેઢશ નીતિ છે તેને તેઓએ ઓળખ આપી છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વૈશ્‍વિક નેતા તરીકે સ્‍થાપિત થયા તેમાં પણ એસ. જયશંકરનું યોગદાન મહત્‍વનું રહ્યું છે. અને એક તરફ બેબાક ભાષામાં ચીન અને અમેરિકાને પણ સાચી વાત કરવાની હિંમત રાખનાર ડીપ્‍લોમેટ તરીકે તેમની ઓળખ બની છે. શ્રી એસ. જયશંકરએ વિવિધ દેશો સાથે ભારતના સંબંધોમાં નવો યુગ આવ્‍યો છે તેમાં પણ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ સાથે કામ કરીને સફળતા અપાવી છે.

રાજકોટના પ્રબુધ્‍ધ નાગરિકોને રાષ્‍ટ્રીય એકતા મંચના શ્રી શૈલેષભાઇ જાની, અજયભાઇ જોષી, હિરેન કાવઠીયા, નંદલાલભાઇ માંડવીયા, ડી.વી. મહેતા, મનોજભાઇ કલ્‍યાણી, અનુપમભાઇ દોશી, અજયભાઇ પટેલ, દુર્લભસિંહ રાઠોડ, કશ્‍યપભાઇ છોટાઇ, સંજયભાઇ ટાંક તથા ડો. જનકભાઇ મારૂએ અપીલ કરી છે.

(3:38 pm IST)