Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

કોફી વીથ કલેકટર : ચેતેશ્વર ‘‘મતદાન'' માટે અપીલ કરશે

આવતા અઠવાડિયે સ્‍વીપ દ્વારા રાજકોટમાં કાર્યક્રમ : નોડલ ઓફીસર જીજ્ઞાસા ગઢવી દ્વારા કાર્યવાહી : પૂજારાની તારીખની જોવાતી રાહ : યુવા મતદારો ઉમટી પડશે : ત્‍યારબાદ રાજકોટની ટોચની હસ્‍તીઓ અને છેલ્લે રાજકોટના તંત્રીશ્રીઓ સાથે કલેકટરની મતદાન અંગે વિશદ્‌ ચર્ચા

રાજકોટ, તા. ર૯ :  રાજકોટ શહેર-જીલ્લામાં મતદાન જાગૃતિ અર્થે સ્‍વીપના ઢગલાબંધ કાર્યક્રમો દરરરોજ તાલુકા-નગરપાલીકા તથા રાજકોટ શહેરમાં યોજાઇ રહ્યા છે.

હવે કલેકટરના અને એડી. કલેકટરના માર્ગદર્શન હેઠળ સ્‍વીપના નોડલ ઓફીસર અને એડી. કલેકટરશ્રી જીજ્ઞાસા ગઢવી મતદારો અને ખાસ કરીને યુવા મતદારોમાં જાગૃતિ અર્થે એક મહત્‍વનો કાર્યક્રમ આવતા અઠવાડિયે કરવા જઇ રહ્યા છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટના પનોતા પૂત્ર અને ભારતના સ્‍ટાર ઓપનીંગ બેસ્‍ટમેન વન્‍ડરબોય શ્રી ચેતેશ્વર પૂજારા કેન્‍દ્રમાં ચૂંટણી પંચના બ્રાન્‍ડ એમ્‍બેસેડર છે, તેઓ દર ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા અચુક અપીલ કરે છે, પોતે પણ સજોડે મતદાન કરવા જાય છે.

આ વખતે પણ સ્‍વીપ દ્વારા કોફી વીથ કલેકટર અંતર્ગત રાજકોટની એક વિખ્‍યાત હોટલમાં સાંજના સમયે આવતા અઠવાડિયે મહત્‍વનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે, જેમાં  બેટલમેન ચેતેશ્વર પૂજારા સહ પરિવાર ખાસ ઉપસ્‍થિત રહી મતદારોને રાજકોટ લોકસભા બેઠકની આગામી ૭ મે ના રોજ યોજાનાર ચૂંટણીમાં અચુક મતદાન કરવા અપીલ કરશે, ચેતેશ્વર હાજર રહેનાર હોય, યુવા મતદારો આ કાર્યક્રમમાં ખાસ ઉમટી પડશે, કાર્યક્રમ અંગે ચૂંટણીના એડી. કલેકટરશ્રી નારણ મૂછાર, સ્‍ટાફના નોડલ ઓફીસર અને એડી. કલેકટર શ્રી ચેતન ગાંધી ખાસ માર્ગદર્શન આપી રહ્યા છે.  ઉપરોકત કાર્યક્રમ બાદ સ્‍વીપ દ્વારા રાજકોટના ટોચના નાગરિકો-હસ્‍તીઓ કે જેઓ રાજકારણ સાથે કોઇપણ રીતે જોડાયેલ નથી તેવા સાથે કલેકટર સાથે મતદાન જાગૃતિ અંગે અપીલ કરતો કાર્યક્રમ યોજવા જઇ રહ્યું છે, અને ત્‍યારબાદ મતદાન તારીખના ૧૦ દિવસ અગાઉ રાજકોટના અખબારોના તંત્રીશ્રીઓ સાથે કલેકટરની કોફીસ વીથસ્‍નેકસ સાથે મતદાન જાગૃતિ-મતદાન અચૂક અંગે અપીલ-ફોટોગ્રાફી તથા ખાસ વિશદ્‌્‌ ચર્ચાઓ યોજતો કાર્યક્રમ યોજાશે, આ તમામ કાર્યક્રમ અંગે સ્‍વીપના નોડલ ઓફીસર શ્રી જીજ્ઞાસા ગઢવી, નાયબ મામલતદાર પ્રિતી મેડમ વિગેરે સ્‍ટાફ તૈયારી કરી રહ્યો છે.

(2:56 pm IST)