Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સરગમ પરિવારના સભ્‍યો માટે એપ્રિલ-મે મહિનાના કાર્યક્રમો જાહેર

રાજકોટઃ સરગમ કલબના નવા વર્ષના સભ્‍યો માટે એપ્રિલ-મે માસના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્‍યા છે. જો કોઇ સભ્‍યપદ લેવામાં બાકી રહ્યુ હોય તો સરગમ કલબની ઓફિસે સંપર્ક કરવા જણાવ્‍યું છે.   સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા તા. ૧૪ને રવિવારે સાંજે ૭ વાગ્‍યે હેમુગઢવી હોલ ખાતે યોજાશે. ગુણવંતભાઇ ડેલાવાળાની યાદી મુજબ આ વાર્ષિક સભામાં ૨૦૨૩-૨૪ના હિસાબો રજુ કરવામાં આવશે.  સાથોસાથ નવા પ્રોજેકટ અને આગામી પાંચ વર્ષ માટે કારોબારી સમિતિની ચૂંટણી યોજવામાં આવશે. સરગમ કલબ દ્વારા સંચાલિત સિનીયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્‍ટના સભ્‍યો માટે તા. ૧૯ને શુક્રવારે સાંજે ૭ થી ૧૦ દરમિયાન હેમુગઢવી હોલ ખાતે મ્‍યુઝીકલ પાર્ટી માટે શ્રીનાથજીના ગીતોની ભકિત સંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યુ છે.  મન્‍સુરઅલી ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી કલર્સના સથવારે આસિફ જેરીયા, શ્રીકાંત નાયર, બિમલ શાહ, નિલેશ વસાડવા, અશ્વિની મહેતા, પ્રીતિ ભટ્ટ અને વર્ષા ઠાકર સહિતના કલાકારો કલાનો પરિચય કરાવશે. ઇવનિંગ પોસ્‍ટ માટે હજુ નવા વર્ષના સભ્‍યોની નોંધણી ચાલુ હોય બાકી રહી ગયા હોય તેઓને સભ્‍ય પદ મેળવી લેવા અનુરોધ કરાયો છે. સરગમ પરિવારના સભ્‍યો માટે મુંબઇના પ્રખ્‍યાત નાટય શોનું આયોજન  કરવામાં આવ્‍યું છે. કમલેશ ઓઝા લિખિત, દિગ્‍દર્શિત અને અભિનિત ‘દોસ્‍તી અનલિમિટેડ' નામનું પારિવારિક કોમેડી નાટક બધાને પસંદ આવશે. આ નાટકમાં કમલેશ ઓઝા ઉપરાંત લીના શાહ, યશ ગજ્જર, શૈલજા શુકલ, આકાશ સુપેડા અને અંકીત પોપટ વગેરે અભિનય આપી રહ્યા છે.

(2:30 pm IST)