Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

શિક્ષણ સાથે ચારિત્ર્ય નિર્માણનું ઘડતર કરતી સાધુ વાસવાણી સ્‍કુલ

૩પ વર્ષ પહેલા સાધુ વાસવાણી સ્‍કુલ અને સાધુ વાસવાણી સ્‍કુલ ફોર ગર્લ્‍સની સ્‍થાપના થઇ હતી : નર્સરીથી ધો. ૧ર સુધી બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ટ્રસ્‍ટ અને શાળાનું મેનેજમેન્‍ટ સતત કાર્યરત : ૩પ૦ વિદ્યાર્થીઓને અપાતી ફ્રીશીપ અને સ્‍કોલરશીપ, જરૂરીયાતમંદ છાત્રોના પરિવારજનોને અપાતી રાશનકીટની સહાય : કવોલીફાઇડ અને અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બાલ માનસ સુધી પહોંચી ભણતરની સાથે સમાજમાં સન્‍માનભેર પગ રાખી શકે તેવું શિક્ષણ પુરૂ પાડે છે : નવી શિક્ષણનીતિ, ડિજીટલ માધ્‍યમ દ્વારા અપાતુ શિક્ષણ : સાધુ વાસવાણી કોલેજ ફોર પેરામેડિકલ કોર્ષીસ ૯-ગાયકવાડી ખાતે કાર્યરત છે, જયાં આધુનિક લેબોરેટરી અને જરૂરી સુવિધાઓ સાથે પેરામેડિકલ સ્‍ટાફને તાલીમ આપવામાં આવે છે : સાધુ વાસવાણી સેન્‍ટર-રાજકોટના ચેરમેન એડવોકેટ રવિ ગોગીયા, સેક્રેટરી મનોહરલાલ બુલચંદાણી સહિત સમગ્ર ટ્રસ્‍ટી મંડળની ટીમ સેવારત :શાળામાં પ્‍લેગ્રાઉન્‍ડ, કોમ્‍પ્‍યુટર લેબ, સાયન્‍સ લેબ, કેન્‍ટીન, વિશાળ એસેમ્‍બલી હોલ : સમયાંતરે યોજાતી પેરેન્‍ટસ મીટીંગ

રાજકોટ, તા. ર૮ : આજથી લગભગ ૩૫ વર્ષ પહેલા સાધુ ટી એલ વાસવાણીજીના આધુનિક ભણતર સાથે ચારિત્ર ઘડતરને જોડતા સાત મૂલ્‍યનિષ્ઠ સિદ્ધાંતો સાથે ક્રમશઃ સાધુ વાસવાણી સ્‍કૂલ તથા સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સની સ્‍થાપના કરવામાં આવી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલ શાળા હાલ ૩૦૦૦ થી પણ વધારે  વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ચારિત્ર ઘડતરના પાઠ ભણાવી સ્‍વસ્‍થ સમાજની રચનામાં ઉત્‍કળષ્ટ યોગદાન પ્રદાન કરી રહી છે.શિક્ષણ સાથે ચારિત્ર નિર્માણનું ઘડતર કરતી આ બંને શાળાની એસેમ્‍બલીમાં ભારતના સંતો, સ્‍વતંત્ર સેનાનીઓ, લેખકો, કવિઓ અને મહાન સંશોધકોના જીવન તથા તેમના ઉત્‍કળષ્ટ કાર્યોની ચર્ચા કરવામાં આવે છે. અહીં દરેક બાળકને પોતાની રૂચી મુજબ કલા પ્રસ્‍તુત કરવા આ ઉંમરથી જ સ્‍ટેજ પૂરું પાડવામાં આવે છે. નર્સરી થી ધોરણ ૧૨ સુધી બાળકોના જીવનના મહત્‍વના વર્ષોમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે ટ્રસ્‍ટ અને શાળાનું મેનેજમેન્‍ટ સતત કાર્યરત રહે છે. આર્થિક પરિસ્‍થિતિના કારણે અથવા પરિવારના મોભીની ગેરહાજરીની સર્જાતા આવી પડેલ આર્થિક સંકટથી કોઈ પણ બાળક ભણતરથી વંચિત ન રહી જાય એ હેતુથી મેનેજમેન્‍ટ દ્વારા જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્‍કોલરશીપ આપવામાં આવે છે આ અંતર્ગત ચાલુ સત્રમા કુલ ૩૫૦ વિદ્યાર્થિઓને જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્‍કોલરશીપ આપવામા આવી. શાળામા અભ્‍યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના પરિવારને દર મહિને રાશનની સહાય પૂરી પાડવામા આવે છે.

 સાધુ વાસવાણી સ્‍કૂલ તથા સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સમા સહુ કોઈને પરવડે એવી ફીના ધારા-ધોરણમાં વિદ્યાર્થીઓ ઉત્‍કળષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે છે.અહીં  વિષય વસ્‍તુની પાયાથી સમજણ આપી પ્રેક્‍ટીકલ કાર્યસરણી દ્વારા વિદ્યાર્થીઓને ભાર વગરના ભણતર સાથે જોડવામાં આવે છે. ક્‍વોલિફાઇડ અને અનુભવી શિક્ષકોનો બહોળો સમૂહ પોતાના વર્ષોના અનુભવના નિચોડ દ્વારા વિદ્યાર્થીઓના બાલ માનસ સુધી પહોંચી ભણતરની સાથે સમાજમાં સન્‍માનભેર  પગ રાખી શકે એવું શિક્ષણ પૂરું પાડે છે.ફળ સ્‍વરૂપ શાળાના વિદ્યાર્થીઓ રાજ્‍ય કક્ષાની શૈક્ષણિક સ્‍પર્ધાઓમાં અવ્‍વલ સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું  સન્‍માન વધારી રહ્યા છે. ધોરણ ૧૦  અને ધોરણ ૧૨ નું ૧૦૦ ટકા રિઝલ્‍ટ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષ તથા ઉત્‍સાહની લાગણીનો સંચાર કરે છે.

સાધુ વાસવાણી માર્ગ પર સ્‍થિત સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સ, કન્‍યા શિક્ષણ માટેની એકમાત્ર ઉત્‍કળષ્ટ સ્‍કુલ તરીકે નામના મેળવી રહી છે. અહીં વિજ્ઞાન પ્રવાહમાં શહેરના નામાંકિત તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. હાલમાં શાળા દ્વારા ત્રણ દિવસ માટે ધોરણ ૧૦ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે વિશેષ રૂપથી ડિઝાઇન કરવામાં આવેલ બ્રિજ કોર્સમાં સમગ્ર શહેરમાંથી મોટી સંખ્‍યાના વિદ્યાર્થીઓએ રજીસ્‍ટ્રેશન કરાવી ગર્લ્‍સ સ્‍કુલમાં ઉજવલ ભવિષ્‍ય બનાવવા તરફ એક પગલું ભરેલ છે.

મેનેજમેન્‍ટનુ સ્‍પષ્ટરૂપે માનવું છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને નવી શિક્ષણનીતિ, ડિજિટલ માધ્‍યમ દ્વારા અપાતું શિક્ષણ, અને શિક્ષણમાં નવીનતમ પ્રયોગથી માહિતગાર હોવું જરૂરી છે અને એ જ હેતુથી શિક્ષકોને SVIOT દ્વારા આયોજિત સ્‍પેશિયલ નેશનલ લેવલના કોર્સમાં જોડવામાં આવે છે તેમજ સમય સમય પર શિક્ષકો માટે મોટીવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ વિદ્યાર્થીઓ જ્‍યાં છે ત્‍યાંથી તેમને એક કદમ આગળ વધારવા અને એમના કેરિયર અંગે તેઓ જાગળત થાય એ હેતુથી મોટીવેશનલ સેમિનાર તથા કેરિયર ગાઈડન્‍સ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. સમય સમય પર સંસ્‍થાના ચેરમેન શ્રી રવિ બી.ગોગિયા વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ  વાતચીત કરી, એમની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખી અને શૈક્ષણિક સુવિધાઓને નવો ઓપ આપી રહ્યા છે. વિશિષ્ટ લાયકાત અને ફર્સ્‍ટ ક્‍લાસ પોર્ટફોલિયો ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૨ બાદ શાળાના પરિસરમાં જ કામ આપી તેઓને આર્થિક રીતે પગભર કરવાનું કાર્ય પણ થઈ રહ્યું છે.આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ એજ્‍યુકેશનલ વિઝીટ પ્‍લાન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માં હાયર સ્‍ટાન્‍ડર્ડ ના વિદ્યાર્થીઓએ અદાણી ઇન્‍ડસ્‍ટ્રીઝ તથા જે.પી.સ્‍નેક્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત લઈ કોમર્સને વધુ નજીકથી સમજવાનો પ્રયત્‍ન કર્યો. વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં વાણિજ્‍ય વેપારને સમજી પ્રેક્‍ટીકલ નોલેજ પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત સાધુ વાસવાણી માર્ગ સ્‍થિત સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સના સાયન્‍સ સ્‍ટ્રીમના વિદ્યાર્થીઓએ ફોરેન્‍સીક લેબ,સાયન્‍સ સિટી, તથા મેડિકલ કેમ્‍પ વિઝીટ કરી વિજ્ઞાનના વિવિધ પાસાઓનો નજીકથી અભ્‍યાસ કર્યો.

 માતા-પિતાને  વિદ્યાર્થીઓના વિકાસથી માહિતગાર કરવા ડિજિટલ માધ્‍યમ દ્વારા બાળકોના વિકાસની જાણકારી આપવામાં આવે છે. સાથે સાથે સમયાંતરે પેરેન્‍ટ્‍સ મીટીંગનુ આયોજન કરી વિદ્યાર્થીઓના પ્રોગ્રેસ માટે રૂબરૂ વાતચીત કરવામાં આવે છે. આધુનિક સમયની સાથે તાલ મેળવતા વિદ્યાર્થીઓને સ્‍માર્ટ ક્‍લાસથી જોડવામાં આવેલ છે જેના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણની વિશાળ દુનિયાથી પરિચિત થાય છે. શાળામાં પ્‍લેગ્રાઉન્‍ડ, આધુનિક સુવિધાઓથી સજ્જ કોમ્‍પ્‍યુટર લેબ,સાયન્‍સ લેબ, ફ્રેશ નાસ્‍તા માટે કેન્‍ટીંન અને વિશાળ એસેમ્‍બલી હોલની સુવિધાઓ ઉપલબ્‍ધ છે. ગુણવત્તાસભર શિક્ષણ, ક્‍વોલિફાઇડ સ્‍ટાફ અને આધુનિક શિક્ષણ સાથે ચરિત્રનું  સુંદર ઘડતર કરી  વિદ્યાર્થીઓ સમાજમાં પોતાના પગભર થઈ સન્‍માનભર્યું સ્‍થાન પ્રાપ્ત કરે છે ત્‍યારે ગર્વની અને આદરભાવની લાગણી સાથે શાળાનો આભાર માને છે.

સાધુ વાસવાણી સ્‍કુલ અને સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સ ઉપરાંત સાધુ વાસવાણી કોલેજ ફોર પેરામેડિકલ કોર્સિસ ૯-ગાયકવાડી ખાતે કાર્યરત છે. ૧૫ થી પણ વધુ વર્ષનો અનુભવ ધરાવતી આ કોલેજના વિદ્યાર્થીઓ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ટોપ કરી રહ્યા છે. હાલમાં ૨૦૨૪માં જ કોલેજના વિદ્યાર્થીની અકબરી મયુરીને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા એમની સફળતા બદલ ગોલ્‍ડ મેડલથી સન્‍માનિત કરવામાં આવેલ. કોલેજમા વિશાળ વર્ગો, અતિ આધુનિક લેબોરેટરી અને અન્‍ય જરૂરી સુવિધાઓ સાથે ક્‍વોલિફાઇડ ફેકલ્‍ટી દ્વારા ભવિષ્‍યના પેરામેડિકલ સ્‍ટાફને તાલીમ આપવામા આવે છે.

દરેક દર્દી એ ઈશ્વરની પ્રતિકળતિ છે પૂજ્‍ય દાદાના આ કથનને ધ્‍યાનમાં રાખતા સાધુ વાસવાણી સેન્‍ટર ખાતે શહેરના પ્રખ્‍યાત ડોક્‍ટરો દ્વારા વિવિધ રોગોની રાહત દરે સારવાર આપવામા આવે છે. અને સમયાંતરે ફ્રી મેડિકલ કેમ્‍પનું આયોજન પણ કરવામાં આવે છે જેમાં શહેરના પ્રખ્‍યાત બાળકોના રોગના નિષ્‍ણાંત, દાંતના, આંખના તથા હૃદયરોગના નિષ્‍ણાત તથા ઓર્થોપેડિક વિભાગના નિષ્‍ણાંત ડોક્‍ટરોનો લાભ વિનામૂલ્‍યે જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહે છે.

સાધુ વાસવાણી સેન્‍ટર રાજકોટના તમામ યુનીટની કામગીરી હાલ તમામ ડીજીટલ માધ્‍યમ પર ઉપલબ્‍ધ છે.સાધુ વાસવાણી એકેડમી રાજકોટ હાલ યુ-ટયુબ, ઇન્‍સટાગ્રામ,તથા ફેસબુકના માધ્‍યમથી વિદ્યાર્થીઓને ડીજીટલ પ્‍લેટ્‍ફોર્મ પુરુ પાડી રહી છે.

સમાજ પાસેથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે એમને બમણું કરી સમાજને પરત કરવાની ઈચ્‍છા સાથે સાધુ વાસવાણી સેન્‍ટર રાજકોટના ચેરમેન એડવોકેટ શ્રી રવિ બી ગોગીયા.સેક્રેટરી શ્રી મનોહરલાલ બુલચંદાણી, શ્રી બ્રિજલાલ સોનવાણી, શ્રી વિનોદ લેખાણી, શ્રી કિશન હિંગોરાણી, શ્રી રાજેશ મુલચંદાણી, શ્રી દેવેન્‍દ્ર રેલવાણી, શ્રી વિવેક ભાગચંદાણી અને સમગ્ર ટ્રસ્‍ટી મંડળ શિક્ષણ, સેવા અને સ્‍વસ્‍થ સમાજના ઘડતરમાં ઉત્તમ યોગદાન આપવા મક્કમપણે આગળ વધી રહેલ છે. વધુ વિગતો માટે ફોન : ૦ર૮૧-ર૪પ૪૧પ૮.

સાધુવાસવાણી સંગીત શિક્ષણ કલા કેન્‍દ્રમાં ગાયન, વાદન, કથ્‍થક નૃત્‍યના સર્ટીફીકેટ કોર્ષ

શાળાનુ આર્ટ સેક્‍શન કલાકારીનુ  જીવંત સ્‍વરૂપ છે. સાધુ વાસવાણી સંગીત શિક્ષણ કલાકેન્‍દ્ર અંતર્ગત વિદ્યાર્થીઓની રુચીને ઓળખી ગાયન. વાદન. કથક નળત્‍યના સર્ટિફિકેટ કોર્ષ કરાવવામાં આવે છે જેમાં તબક્કાવાર પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ નેશનલ લેવલના સર્ટિફિકેટ પ્રાપ્ત કરે છે. નેશનલ લેવલ પર આયોજિત રંગોત્‍સવમાં બંને શાળાના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્‍કળષ્ટ ચિત્રકલા રજૂ કરી રંગરેખા સેક્‍શનને નવો ઓપ આપી રહ્યા છે.

આ ઉપરાંત કલા અને પ્રાચીન સંસ્‍કળતિને જોડતા નવરાત્રિનાં તહેવારમાં માતાજીની આરાધના સાથે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રાચીન ગરબાઓ  પ્રસ્‍તુત કરી ઉપસ્‍થિત તમામ દર્શકોની ભરપુર પ્રશંસા મેળવી હતી.સાથે સાથે  કોમર્સના વિદ્યાર્થીઓને વાણિજ્‍ય વ્‍યાપારનું પ્રેક્‍ટીકલ જ્ઞાન મળી રહે એ હેતુથી ફેબ્રુઆરી મહિનામા ભવ્‍ય કોમર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્‍યું જેમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ વસ્‍તુઓનું વેચાણ કર્યું.લગભગ ૨૦૦૦ વ્‍યક્‍તિઓએ આ કાર્નિવલની મુલાકાત લઇ શાળાના આ પ્રયાસની ભરપુર પ્રશંસા કરી હતી. આધુનિક સમયને ધ્‍યાનમાં રાખીને શાળાના સંગીત ક્‍લાસમાં માત્ર બાળગીતો અને દેશભક્‍તિના ગીતો જ નહીં પરંતુ કરાઓકે સિસ્‍ટમ, ટ્રેક સિંગીંગ, ટેમ્‍પો અને પીચ એકજેસ્‍ટમેન્‍ટ,અને વાઈબ્રેટોની ઝીણવટભરી સમજ આપવામાં આવે છે. હાલમાં જ મીરાં મુવમેન્‍ટ ઇન એજ્‍યુકેશન ને ૯૦ વર્ષ પૂર્ણ  થતા વિશ્વસ્‍તરે એક મિનિટના જીંગલ રચનાની  સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું જેમાં રાજકોટની સાધુ વાસવાણી શાળાએ પ્રથમ સ્‍થાન મેળવતા વિશ્વ સ્‍તરે એસ વી મિશન દ્વારા જીંગલને ફંક્‍શન એન્‍થમ તરીખે ઘોષિત કરવામાં આવી.

શાંતિ સિલાઇ સ્‍કૂલમાં સરકાર માન્‍ય સિલાઇ કોર્ષ

સાધુ વાસવાણી સેન્‍ટરનું વધુ એક શૈક્ષણિક યુનિટ એટલે શાંતિ સિલાઈ સ્‍કૂલ જ્‍યાં હસ્‍તકલા, સિલાઈકામ તથા ફેશન ડિઝાઇનિંગના એક્‍સપર્ટસ દ્વારા સરકાર માન્‍ય સીલાઈ કોર્સ કરાવવામાં આવે છે .આ ઉપરાંત તમામ પ્રકારની એમ્‍બ્રોડરી, અને આધુનિક ફેશન ડિઝાઈનિંગની સંપૂર્ણ તાલીમ પ્રાપ્ત કરી મહિલાઓ પોતાનું કામ શરુ કરી, આર્થિક રીતે પગભર થઈ પરિવારને આર્થિક સહાય પૂરી પાડે છે તથા સમાજમાં ગૌરવભેર સ્‍થાન મેળવે છે. જરૂરિયાતમંદ બહેનો તથા અભ્‍યાસ કરતી દીકરીઓને આ અભ્‍યાસક્રમની ફી માં રાહત આપવામાં આવે છે.

ફ્રી ઇવનિંગ કોચીંગ કલાસ

વિદ્યાર્થીઓ જ્‍યારે બહાર ઉંચી ફી ભરી અને ટયુશનમાં જતા હોય છે ત્‍યારે આ મુદ્દાને ધ્‍યાનમાં રાખી મેનેજમેન્‍ટ દ્વારા શાળામાં જ વિશેષ કલાકોનું શિક્ષણ મળી રહે એ હેતુથી ફ્રી ઇવનિંગ કોચિંગ ક્‍લાસીસનું આયોજન કરેલ છે જેમાં વિદ્યાર્થીઓ વિનામૂલ્‍યે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ આનંદ સાથે પ્રકળતિને નજીકથી જાણી શકે એ હેતુથી દેવળિયા પાર્ક અને સાસણગીર જેવા પ્રાકળતિક સ્‍થળોએ પ્રવાસનું આયોજન કરી અને તેઓને પ્રક્રુતિ સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત ૧૫ ઓગસ્‍ટ, ૨૬ જાન્‍યુઆરી જેવા રાષ્‍ટ્રીય પર્વ ઉપરાંત કોઈપણ જાતના ભેદભાવ વગર સમગ્ર વર્ષ દરમિયાન આવતા દરેક પર્વની ઉત્‍સાહ અને શ્રદ્ધાસભર ઉજવણી કરવામાં આવે છે.

(2:26 pm IST)