Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

આજીવન સજાના પેરોલ જેલ કેદીને જેતપુરમાંથી રૂરલ એલસીબીએ ઝડપી લીધો

ચલાલામાં ૨૫ વર્ષ પૂર્વ થયેલ મર્ડરના ગુન્‍હામાં સજા પડેલી

રાજકોટ, તા.૨૮: રાજકોટ જેલના આજીવન સજાના પેરોલ જંપ કેદીને જેતપુરમાંથી રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો

જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા ફરતા આરોપી તેમજ પેરોલ, ફર્લો ફરાર આરોપીઓને પકડી પાડવા સ્‍પેશ્‍યલ ડ્રાઇવનું આયોજન કરી સુચના આપેલ જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્‍ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.સબ ઇન્‍સ ડી.જી. બડવા તથા પો.હેડ. કોન્‍સ. દિવ્‍યેસભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમારને સંયુકત બાતમી હકિકત આધારે અમરેલી જીલ્લાના ચલાલા પોલીસ સ્‍ટેશનના ફસ્‍ટ ગુ.ર.નં.૪૮/૧૯૯૯ આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૪ મુજબના કામે આરોપી ગોંવિદ હરીભાઇ સોલંકી રહે.જેતપુર મુળ રહે. ફાફણી ગામ તા.કોડીનાર જી.ગીર સોમનાથ વાળો મર્ડર ગુન્‍હામાં મજકુર આરોપીને આજીવન કેદની સજા થયેલ અને મજકુર આરોપી હાલમાં રાજકોટ મધયસ્‍થ જેલમાં સજા ભોગવતો હોય મજકુર આરોપીને દીન ૧૦ની પેરોલ રજા મંજુર થયેલ અને મજકુર આરોપીને ગઇ તા.૨૮/૧૦/૨૦૨૨ના રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં પરત હાજર થવાનુ હોય પરંતુ મજકુર આજદીન સુધી હાજર થયેલ નહી અને આજદીન સુધી ફરાર રહેલ હોય જેથી મજકુર આરોપીને જેતપુર સીટી પો.સ્‍ટે.વિસ્‍તારમાંથી પકડી પાડી જેતપુર સીટી પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એ.એસ.આઇ. અનીલભાઇ બળકોદીયા, બાલકૃષ્‍ણભાઇ ત્રીવેદી તથા  પો.કોનસ.અબ્‍દુલભાઇ શેખ જોડાયા હતા.

(4:48 pm IST)